ગુજરાતમાં નેચરલ ગેસનો વપરાશ કરતા ઉદ્યોગગૃહોને ભાવમાં મોટી રાહતની સરકારની જાહેરાત
બજેટ પહેલાં જ રૂપાણી સરકારની ઉદ્યોગ ગૃહો માટે મોટી જાહેરાત, લઘુ, મધ્યમ અને મોટા કદના તમામ ઉદ્યોગગૃહોને મળશે ફાયદો, રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગ ગૃહો દ્વારા ઉપયોગમાં લેવાતા નેચરલ ગેસના ભાવમાં પ્રતિ SCMD રૂ.2.50નો ઘટાડો કરવાની જાહેરાત
Trending Photos
હીતલ પારેખ/ ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા બજેટ પહેલા જ રાજ્યના ઔદ્યોગિક ગૃહો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. રૂપાણી સરકારે ઉદ્યોગ ગૃહો દ્વારા વપરાશમાં લેવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં પ્રતિ SCMD રૂ.2.50નો ઘટાડો કરવાની જાહેરાત કરાઈ છે. લઘુ, મધ્યમ અને મોટા એમ તમામ કદના ઉદ્યોગગૃહોને સરકારની આ રાહતનો ફાયદો મળશે.
તાજેતરમાંજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં નેચરલ ગેસના વર્તમાન દરોની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં પ્રદૂષણમુક્ત રીતે ઔદ્યોગિક ગૃહો ઉત્પાદન કરે તે માટે નેચરલ ગૅસ વપરાશ કરતાં ઉદ્યોગગૃહોને ગેસના ભાવમાં રાહત આપવા આ બેઠકમાં મુખ્યમંત્રીએ કરેલા સૂચનને પગલે આ જાહેરાત કરવામાં આવી છે.
GSTના બે વર્ષઃ ગુજરાત સરકારને થઈ રહ્યું છે મોટું નુકસાન- નીતિન પટેલનો એકરાર
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ભારતમાં હાલ 8,910 ઉદ્યોગગૃહો નેચરલ ગેસનો વપરાશ કરે છે, જેમાં ૫૦ ટકા કરતાં વધુ એટલે કે 4.903 ઉદ્યોગોગૃહો ગુજરાતમાં છે. આ ઉદ્યોગોને વર્તમાન નેચરલ ગૅસના દરોમાં રાહત આપી તેમની ઉત્પાદન કિંમત ઘટાડી રાજ્યની જનતાને વધુ સસ્તા ભાવે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ પહોંચાડવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય છે. ભાવ ઘટાડાના પરિણામે રાજ્યના અન્ય ઉદ્યોગો પણ નેચરલ ગેસના ઉપયોગ માટે આકર્ષિત થશે.
રાજય સરકાર વાતાવરણમાં કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે સકારાત્મક પગલાં ભરી રહી છે. ઉદ્યોગો દ્વારા હાલ વપરાશમાં લેવાતા અન્ય વિકલ્પો ફરનેશ, કોલસો, વીજળી, ડીઝલ વગેરેની સરખામણીએ નેચરલ ગૅસ પ્રમાણમાં વધારે સસ્તો, સ્વચ્છ, સુરક્ષિત અને અવિરત મળનારું ઈંધણ છે.
ઉલ્લેખનીય છે કે હજુ ગયા અઠવાડિયે જ ‘CNG સહભાગી યોજના’ અંતર્ગત આગામી બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં ૩૦૦થી વધુ CNG સ્ટેશનો સ્થાપવાની સરકારે જાહેરાત કરી હતી. હવે, નેચરલ ગેસ વપરાશકર્તા ઉદ્યોગગૃહોને પ્રોત્સાહન આપવા ઇન્ડસ્ટ્રિયલ ગેસના ભાવમાં ઘટાડાનો આ ઉપયુક્ત નિર્ણય કરવામાં આવ્યો છે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે