ગુજરાત હાઇકોર્ટે લોપમુદ્રા અને નિત્યનંદિતાને હાજર કરવા પોલીસને આપ્યો આદેશ
લોપમુદ્રા અને નિત્યન્દીતાને કોર્ટમાં હાજર રહી પોતાનું નિવેદન આપવા આદેશ કર્યો છે
Trending Photos
આશ્કા જાની/અમદાવાદ: શહેરના હાથીજણ ખાતે આવેલા સ્વામી નિત્યાનંદ આશ્રમમાં પોતાની બાળકીને મળવા ન દેતા પિતા જનાર્દન શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસની અરજી દાખલ કરી હતી. જેના પર આજે સુનવણી હાથ ધરવામાં આવી અને કોર્ટે પોલીસને બંને યુવતીઓને હાજર કરવા આદેશ કર્યો છે.હાઇકોર્ટે બંને યુવતી લોપમુદ્રા અને નિત્યન્દીતાને કોર્ટમાં હાજર રહી પોતાનું નિવેદન આપવા આદેશ કર્યો છે. કોર્ટે બંને યુવતીઓએ કરેલા એફિડેવિટ અસંતુષ્ટ વ્યક્ત કર્યો છે. બંને બહેનો નિત્યનંદિતા અને લોપામુદ્રા જો જુબાની આપવા હાઇકોર્ટમાં આવશે ત્યારે તેમને સંપૂર્ણ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે. તેવું પોલીસને સૂચન કર્યું છે. વધુમાં ડિવિઝન બેંચે નોંધ્યું હતું કે બંને યુવતીઓ આજે કોર્ટ સમક્ષ હાજર ન રહેતા તેઓ તેમની ઇચ્છા વિરુદ્ધ વિદેશમાં રહેતી હોવાની શંકા પ્રબળ થાય છે. કોર્ટે જરૂર લાગે તો આ કેસમાં ભારત સરકારની પણ મદદ લેવા માટે સૂચન આપ્યું. હેબિયસ કૉર્પસ રિટ છે માટે તેમને હાજર થવું પડશે.
આજે આ મામલે પોલીસ તરફથી સરકારી વકીલે દલીલ કરી હતી કે લોપામુદ્રા દોઢ વર્ષ પહેલા દેશ છોડીને વેસ્ટ ઈન્ડિઝ પહોંચી ગઈ છે. જ્યારે નિત્યનંદિતા 5મી નવેમ્બરના રોજ નેપાળ થઈ વેસ્ટ ઈન્ડિઝ ગઈ છે. તેમજ આજે પોલીસે અગાઉ લીધેલ નિત્યનંદિતાનું નિવેદન કોર્ટમાં રજૂ કર્યું હતું. અગાઉ હાઇકોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન સ્વામી નિત્યાનંદ, રાજ્ય સરકાર, પોલીસ સહિત તમામ પક્ષકારોને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો હતો.
આ સમગ્ર મામલે અરજદારનો આક્ષેપ છે કે આશ્રમવાસીઓ દ્વારા તેમની બે દિકરીઓને મળવા દેવાતી નથી. જેથી હાઈકોર્ટ સતાનો ઉપયોગ કરી તેમની દિકરી સાથે મુલાકાત કરાવે. અરજદારના વકીલે કોર્ટમાં રજુઆત કરી હતી કે, બેંગ્લોરથી બંને યુવતીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને આશ્રમમાં ગોંધી રાખવામાં આવી હતી. આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં 10 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે