સજા મોકૂફ રાખવાની અરજી હાઇકોર્ટે ફગાવી, હાર્દિક નહીં લડી શકે લોકસભા ચૂંટણી
પાટીદાર નેતા બાદ કોંગ્રેસ યુવા નેતા તરીકે સામે આવેલા હાર્દિક પટેલે વિસનગર કોર્ટે આપેલા સજાના ચુકાદા પર સ્ટે લાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેના પર આજે સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે હાર્દિક પટેલની અરજીને ફગાવી દીધી છે.
Trending Photos
અમદાવાદ: પાટીદાર નેતા બાદ કોંગ્રેસ યુવા નેતા તરીકે સામે આવેલા હાર્દિક પટેલે વિસનગર કોર્ટે આપેલા સજાના ચુકાદા પર સ્ટે લાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેના પર આજે સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે હાર્દિક પટેલની અરજીને ફગાવી દીધી છે. જેના કારણે હાર્દિક પટેલ આગામી લોકસભા ચૂંટણી લડી શકશે નહીં.
લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ પાટીદાર નેતાનું પદ છોડી હાર્દિક પટેલે રાજકારણમાં ઝપલાવ્યું છે. ત્યારે 12 માર્ચના કોંગ્રેસની CWC બેઠકમાં હાર્કિદ પટેલ સત્તાવરા રીતે પાર્ટીમાં જોડાયો હતો. જોકે, રિપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટ પ્રમાણે જેલની સજા ભોગવી રહેલા વ્યક્તિને ચૂંટણી લડવામાં કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે હાર્દિક પટેલ દ્વારા કોઈ અવરોધો વિના લોકસભા ચૂંટણી લડી શકે તે માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને લઇ ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી થઇ હતી જેમાં હાઇકોર્ટે અરજી ફગાવી દેતા હાર્દિક પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
આ અગાઉ હાર્દિક પટેલની અરજી પર સુનાવણી પહેલા જ જસ્ટિસ આર.પી ધોલરીયાએ અરજી નૉટ બીફોર મી કરી દીધી હતી અને ત્યારબાદ આ કેસ અન્ય કોઇ જસ્ટિસને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગુજરાતમાં આવેલા રાહુલ ગાંધીએ હાર્દિક પટેલ ચૂંટણી લડશે અને જીતશે તેવું નિવેદન આપ્યું હતું. ત્યારે હાઇકોર્ટે અરજી ફગાવી દેતા હાર્દિક પટેલ હવે લોકસભા ચૂંટણી નહી લડી શકે અને તે માત્ર કોંગ્રેસ માટે એક પ્રચારકનું કામ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે