મારી મમ્મી 3 પુરુષો સાથે લિવ ઈનમાં છે, તેમાંથી એકને હું બાળપણમાં મામા કહેતો... દીકરાની હાઈકોર્ટમાં રજૂઆત
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત હાઈકોર્ટ (gujarat highcourt) માં એક દીકરાએ કરેલી અરજી ભારે ચર્ચા જગાવનારી છે. 18 વર્ષીય દીકરાએ હાઈકોર્ટમાં કહ્યું કે, તેની માતા 3 અલગ અલગ પુરુષો સાથે લીવ ઈન (live in relationship) માં રહે છે. તેમ છતા તેના પિતા પાસેથી 18 વર્ષથી ભરણપોષણ મેળવે છે. ત્યારે દીકરાએ આ ભરણપોષણ બંધ કરાવવા અરજી કરી છે.
18 વર્ષીય દીકરો હાલ કાયદાનો અભ્યાસ કરી રહ્યો છે. દીકરો પુખ્ત વયનો હોવાથી તેને ભણાવવાનો ખર્ચ વધુ આવે છે, તેમ કહીને માતાએ ભરણપોષણની રકમ વધારવા અરજી કરી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં માતાની ભરણપોષણની અરજી પર સુનવણી થઈ હતી. તેથી આ સુનાવણીમાં 18 વર્ષીય દીકરો પણ સામેલ રહ્યો હતો. ત્યારે કોર્ટમાં પૂછવામાં આવતા પુત્રએ જવાબ આપ્યો કે, મારી માતા 3 અલગ પુરુષ સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહે છે. પિતા પાસેથી 18 વર્ષથી ભરણપોષણ મેળવે છે. એ ભરણપોષણ બંધ કરવા અરજી કરાઈ છે. કોઈપણ ભોગે પતિને છૂટાછેડા નહીં આપવા માટે તેણે કરેલા તમામ કાનૂની દાવપેચ વિશે પણ તેને જાણ છે.
આ સુનાવણીમાં હાઈકોર્ટે દીકરાને એમ પણ પૂછ્યુ હતું કે, તે કોની સાથે રહે છે? ત્યારે જવાબમા દીકરાએ કહ્યુ હતું કે, તે એક વર્ષનો હતો ત્યારથી માતા સાથે રહે છે. પરંતુ મને મારા પિતા સાથે રહેવુ છે. મારી મમ્મી મને તેમની પાસે જવા દેતી નથી. મારા પિતા સરકારી નોકરી કરે છે. તેમણે મને મળવાના અધિકાર જતા નહિ કરવા માટે પ્રમોશન લીધા નહોતા. હવે મારા મારા પિતા પાસે જવુ છે.
આ સાથે જ દીકરાએ કોર્ટમાં માતાના આડાસંબંધો વિશે જે કહ્યુ તે ભારે આઘાતજનક હતું. દીકરાએ કોર્ટને કહ્યું કે, મારી મમ્મી છૂટાછેડા ન લઈને ભરણપોષણ મેળવવાના પ્રયત્નો કરે છે. મારી મમ્મી ત્રણ અલગ અલગ પુરુષો સાથે લિવ ઈન રિલેશનમાં છે. હું નાનો હતો ત્યારે આ ત્રણ પુરુષો પૈકી એક પુરુષ મારા ઘરે આવતો હતો. ત્યારે મમ્મી મને કહેતી કે, તે તારા મામા છે. પરંતુ જ્યારે મારી સમજણ કેળવાઈ ત્યારે ઘરમાં કંઈક રંધાતુ હોવાનો મને અનુભવ થયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે