ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ

HMPV Virus In India : ગુજરાતમાં HMPVનો પ્રથમ કેસ નોંધાયો....અમદાવાદના 2 મહિનાનું બાળક HMPVથી સંક્રમિત....બાળક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ....ખાનગી લેબમાં રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ

hmpv virus symptoms : ગુજરાતમાં નવા વાયરસ HMPV ને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક બની ગઈ છે. રાજ્ય આરોગ્ય વિભાગે નવા વાયરસને લઈને માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. શું કરવું અને શું ન કરવું તેને લઈને આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. લક્ષણો જણાય તો ડોકટરો નો સપર્ક કરવા આરોગ્ય વિભાગની અપીલ કરી છે. રાજ્યમાં હાલ ના તબક્કે એક પણ કેસ નોંધાયેલ ન હોવાનો આરોગ્ય વિભાગનો દાવો છે. 

ગુજરાત સહિત 3 રાજ્યમાં HMPVના 5 કેસ નોંધાતા દેશભરમાં ચર્ચા ઉપડી છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આ કોઈ નવો વાયરસ નથી. નિષ્ણાતોનું કહેવું છે કે, આ વાયરસ કોરોના જેવો નથી, તેમાં માત્ર શરદી-ખાંસી આવે છે. છેલ્લાં 25 વર્ષથી આ વાયરસનું પૃથ્વી પર અસ્તિત્વ છે. 

આ વાયરસથી ગભરાવાની જરૂર નથી
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું કે, HMPV વાઇરસને ધ્યાને રાખી રાજ્યનુ આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલનુ તંત્ર પણ સજ્જ છે. સિવિલ ખાતે HMPV વાયરસના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાશે સિવિલના બાળકોના વિભાગને તૈયારીઓ કરવા સૂચના અપાઈ છે. આ પ્રકારના વાયરસ માટે કોઈ વેક્સિન નથી કે કોઈ સ્પેસિફિક દવા નથી. જેને જેવા લક્ષણો એને એવી દવા આપવા સૂચના અપાઈ છે. લક્ષણો સાથે જાહેર જગ્યાઓ પર જવાથી ટાળવું જોઈએ.

જામનગરની જીજી હોસ્પિટલમાં તૈયારી શરૂ
જામનગર HMPV વાયરસના પગલે જીજી હોસ્પિટલ ખાતે ઉચ્ચ તબીબોની બેઠકમા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં જીજી હોસ્પિટલ ખાતે પ્રારંભિક તબક્કામાં 30 બેડનો એક અલાયદા વોર્ડ બનાવવામાં આવશે, ઓક્સિજન અને લેબોરેટરી ટેસ્ટિંગ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. આ વાયરસથી લોકોને ડરવાની જરૂર નથી, જ્યારે ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોએ સાવચેત રહેવા તબીબો દ્વારા અપીલ કરવામાં આવી છે

ગુજરાતમાં પ્રથમ કેસ
ગુજરાતમાં HMPV વાયરસ નો પ્રથમ શંકાસ્પદ કેસ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નોંધાયો છે. ચાંદખેડાની ખાનગી હોસ્પિટલ માં બાળકને હાલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યું છે. જોકે બાળકની તબિયત સ્થિર છે. કોઈ ગભરાવવા જેવું નથી સામાન્ય શરદી ઉધરસ અને તાવ હોય તેવા લક્ષણો સાથે આ બાળક હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે. ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલના ડો. નિરવ પટેલે ઝી ચોવિસ કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજસ્થાનના ડુંગરપુરના એક ગામમાં રહેતા બે મહિનાના બાળકને છેલ્લા 15 દિવસથી શરદી તાવ હોવાના કારણે તેઓની તબિયત વધારે ખરાબ થતા સારવાર અર્થે અહીંયા લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને દાખલ કરવામાં આવ્યું હતું અને પાંચ દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. અલગ અલગ વાઇરસ અત્યારે હોવાના કારણે તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. લેબોરેટરીમાં તેના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં રિપોર્ટમાં MPV હોવાનું સામે આવ્યું હતું બાળકની તબિયત હાલ સ્થિર છે કોઈ ગભરાવવા જેવું નથી. જો શરદી ઉધરસ અને છીંક આવતી હોય તો માસ્ક પહેરવું જોઈએ. બીજાને ચેપ લાગે તેવી ભીડભાડવાળી જગ્યાથી લોકોએ દૂર રહેવું જોઈએ.આ એચએમપીવી વાઇરસ છે કે કેમ તે અંગે હાલ કંઇ કહેવુ મુશ્કેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news