ગુજરાત લોકસભા: 9થી 10 બેઠક પર મહિલાઓ આપી શકે છે ટિકિટ, 3 બેઠક પર મંત્રીઓ લડશે ચૂંટણી
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ભાજપે લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 9થી 10 બેઠક પર મહિલાઓને ટિકિટ આપવામાં આવી શકે છે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં યુવા, ડોકટર અને એન્જિનિયરને પણ ભાજપ તક આપી શકે છે.
Trending Photos
Loksabha Election 2024: ભાજપે લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજની બીજેપી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારના નામ અંગે ચર્ચા કરાશે. પીએમ મોદી અને જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ પણ હાજર છે.
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ભાજપે લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 9થી 10 બેઠક પર મહિલાઓને ટિકિટ આપવામાં આવી શકે છે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં યુવા, ડોકટર અને એન્જિનિયરને પણ ભાજપ તક આપી શકે છે. તો ત્રણથી વધુ બેઠક પર કેન્દ્રીય મંત્રીઓ ચૂંટણી લડી શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે.
મનસુખ માંડવિયા અને પરસોતમ રૂપાલા પણ લોકસભાની ચૂંટણી લડે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. મહત્વનું છે કે ગુજરાત ભાજપની કોર ગ્રુપની બેઠકમાં ઉમેદવાર અંગે મોટો નિર્ણય લેવાયો છે. એક પણ ધારાસભ્યને લોકસભાની ચૂંટણી લડાવવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે આજની બીજેપી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારના નામ અંગે ચર્ચા કરાશે.
પીએમ મોદી અને જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ પણ હાજર છે. મોડી રાત્રે ઉમેદવારના નામની જાહેરાત થઈ શકે છે. ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતવા માટે ભાજપે લોકસભા ચૂંટણીના વ્યવસ્થા પ્રબંધક સંયોજકની જાહેરાત કરી છે. પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાને સંયોજક બનાવાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે