ગુજરાત: આજે 8 બેઠકો પર પેટાચૂંટણી સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી 18 લાખથી વધુ લોકો કરશે મતદાન

  ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો માટે આજે કાલે 3જી નવેમ્બરે મતદાન થઈ રહ્યું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ.એસ. મુરલીકૃષ્ણને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. તેવી માહિતી આપી હતી. રાજ્યમાં ધારી, અબડાસા, લીંબડી સહિત 8 બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઇ રહી છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, બીટીપી અને આપ જેવી અનેક પાર્ટીઓએ પોતાના ઉમેદવારોને ઉતાર્યા છે. 

ગુજરાત: આજે 8 બેઠકો પર પેટાચૂંટણી સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી 18 લાખથી વધુ લોકો કરશે મતદાન

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો માટે આજે  3જી નવેમ્બરે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગે મતદાન શરૂ થયું. મતદાનને લઇને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા તૈયારી અંગે માહિતી આપવામાં આવી હતી. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ.એસ. મુરલીકૃષ્ણને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. તેવી માહિતી આપી હતી. રાજ્યમાં ધારી, અબડાસા, લીંબડી સહિત 8 બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઇ રહી છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, બીટીપી અને આપ જેવી અનેક પાર્ટીઓએ પોતાના ઉમેદવારોને ઉતાર્યા છે. 

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. એસ.મુરલીકૃષ્ણને પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. રાજ્યના ચીફ ઇલેક્શન કમિશ્ર્નર ડૉ. એસ.મુરલીકૃષ્ણને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી શકાશે. 8 બેઠકની પેટા ચૂંટણી માટે 18.75 લાખ મતદારો પોતાનાં ઉમેદવારને મત આપશે. 1500ના બદલે એક હજાર લોકોને એક મતદાન મથકમાં ફાળવવામાં આવ્યા છે. જેના કારણે આ વખતે મતદાન મથકો પણ વધ્યા છે. જેથી વધારે મથકો અને મશીનો પણ ફાળવવામાં આવ્યા છે.

રાજ્યસભાની ચૂંટણી દરમિયાન માર્ચ મહિનામાં કોંગ્રેસના ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ, જેવી કાકડીયા, પ્રવીણ મારુ, મંગળ ગાવિત અને સોમાભાઇ પટેલ, અક્ષય પટેલ, જીતુ ચૌધરી અને બ્રિજેશ મેરજાએ રાજીનામાં આવ્યા હતા. જેના કારણે અબડાસા, ધારી, ગઢડા, ડાંગ અને લીંબડી, કરજણ, કપરાડા અને મોરબી સહિત 8 બેઠકો પર પેટાચૂંટણી આવી હતી. જેના કારણે ગુજરાતમાં 8 બેઠકો પર પેટા ચૂંટણીની ફરજ પડી હતી.

પેટા ચૂંટણીના મહત્વના મુદ્દાઓ...
* ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે મંગળવારે પેટા ચૂંટણી
* કુલ 18 લાખ 75 હજાર 32 મતદારો કરશે મતદાન
* પુરુષ મતદારો 9 લાખ 69 હજાર 834
* મહિલા મતદારો 9 લાખ 5 હજાર 170 
* 1807 મતદાન સ્થળો પર 3024 મતદાન મથકોમાં થશે મતદાન 
* કોવિડ ના કારણે એક મતદાન મથક માં 1500 ની જગ્યાએ 1 હજાર મતદારો મતદાન કરશે 
* કુલ 81 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ, 419 માઈક્રો ઓબ્ઝરવરની નિમણૂક કરવામાં આવી છે
* 900 મતદાન મથકો પરથી વેબકાસ્ટિંગ થશે
* કોવિડ ના કારણે 3400 થર્મલ ગન, 41 હજાર N95 માસ્ક, 82 હજાર ડિપોઝીબલ માસ્ક, 41 હજાર ફેસ શિલ્ડ, 41 હજાર હેન્ડ રબર ગ્લોવસ તથા મતદારો માટે 21 લાખ પોલીથીન ગ્લોવ્ઝ ખરીદી
* માસ્ક વગરના મતદારો માટે 3 લાખ માસ્ક પોલિંગ સ્ટાફને અપાશે
* કોવિડ 19 પોઝિટિવ અને શંકાસ્પદ મતદારો માટે 8 હજાર PPE કીટ ઉપલબ્ધ થશે 
* એક્ઝીટ પોલ અને ઓપિનિયન પોલ પર પ્રતિબંધ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news