આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ! જાણો માઈભક્તો માટે કેવી કરાઈ છે વ્યવસ્થા

આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ,,, માઈભક્તો અને સેવા કેમ્પોથી ધમધમી ઉઠ્યા અંબાજી જતા રસ્તા,,, માતાજીના ભક્તો પગપાળા જઈ રહ્યા છે અંબાજી,,,

Trending Photos

આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ! જાણો માઈભક્તો માટે કેવી કરાઈ છે વ્યવસ્થા
  • આજથી પવિત્ર ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ
  • જિલ્લા કલેક્ટરે રથ ખેંચી મેળાનો કરાવ્યો પ્રારંભ
  • દેશભરમાંથી લાખો ભક્તો આવે છે મા અંબાના દર્શને

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલ માડી અંબે...જય જય અંબે...આ નાદ...આ ધૂન આજથી ગુજરાતના રસ્તે રસ્તે સાંભળવા મળશે. કારણકે, આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ ગયો છે. શક્તિપીઠ અને પવિત્રયાત્રા ધામ અંબાજીમાં ભાદવી પૂનમે ખાસ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં ગુજરાત ઉપરાંત દેશભરમાંખી લાખો ભાવિક ભક્તો મા અંબાના દર્શને ઉમટી પડે છે. લાખો માઈભક્તો પગપાળા સંઘ લઈને પણ અંબાજી આવતા હોય છે. તેથી માતાજીના દર્શને પગપાળા આવતા સંઘો માટે પણ રસ્તે રસ્તે સેવા કેમ્પો લાગેલાં હોય છે. 

અંદાજે 35 લાખથી વધુ ભક્તો કરશે માતાજીના દર્શન
અંબાજી આવતા યાત્રિકોને વીમા કવચથી સુરક્ષિત કરાયા
આજથી 18 સપ્ટેમ્બર સુધી ચાલશે ભાદરવી પૂનમનો મેળો
યાત્રાળુઓની સુવિધા માટે વિવિધ સમિતિઓની રચના

ખાસ કરીને ભાદવી પૂનમના મેળામાં ભાગ લેવા માટે આજે અમદાવાદથી અંબાજી અનેક પગપાળા સંઘો રવાના થયા છે. બોલ માડી અંબે... જય જય અંબેના નાદ સાથે ગુજરાતના રસ્તાઓ પર અનેક પદયાત્રીકો ધજાઓ લઈને નીકળ્યા છે. સાબરમતીથી શ્રી અંબિકા પગપાળા સંઘ અંબાજી જવા રવાના થયા છે. બાવન ગજની ધજા, ત્રિશુળ અને રથ સાથે પદયાત્રા નીકળશે. એકસાથે 500 જેટલા પદયાત્રિકો અંબાજી જવા રવાના થયા છે. ઢોલ, નગારા, બેન્ડ વાજા સાથે નિકળ્યા પદયાત્રિકો. છેલ્લા 38 વર્ષથી આ સંઘ જાય છે અંબાજી. તમામ યાત્રિકો માટે રહેવા, જમવા અને દર્શનની વ્યવસ્થા કરવામાં આવે છે.

અંબાજીના મહા કુંભ મેળામાં દર્શન, ભોજન, આરામ, પેકેજીંગ સહિતની સુવિધાઓ માટે 26 સમિતિઓની રચના કરવામાં આવી છે.. તેમજ દરેકને તેમનું કામ સોંપવામાં આવ્યું છે, જે મેનેજમેન્ટ સિસ્ટમની દેખરેખ હેઠળ કામ કરશે.. અંબાજી મહામેળામાં 30 લાખથી વધુ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે, તેથી તેમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.. આ સાથે મેળાની સુરક્ષા માટે 5  હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે.

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની સુરક્ષા પણ સંભાળશે.. તેમજ મેળાની સુરક્ષા માટે 20 મહિલાઓની ટીમ સાથે 332થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા છે.. પથિક સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જ ધાર્મિક વિદ્યાલયો અને હોટલોમાં રોકાતા યાત્રિકોને પ્રવેશની પરવાનગી મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.. તેમજ  કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા બચાવ કાર્ય યોજના તૈયાર કરવામાં આવી છે.

ભક્તો માટે અંબાજીમાં 3,25,000 કિલો મોહનથાળ કરાયો તૈયાર-
અંબાજીમાં શરૂ થવા જઈ રહેલા ભાદરવી પૂનમના મેળાને લઈ હાલ અંબાજીમાં 3,25,000 કિલો મોહનથાળ પ્રસાદ તૈયાર કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે 14 જેટલા કેન્દ્રો પર પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો ચાલશે. શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા, દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું છે. અંબાજી આવતા તમામ માઈભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જાય છે. ત્યારે આ વર્ષે કેટલો મોહનથાળનો પ્રસાદ બનાવ્યો અને કઈ કઈ જગ્યાએ પ્રસાદના કેન્દ્રો શરૂ કરાયા છે તે અંગે વિગતવાર માહિતી મેળવીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news