હવે રોકેટગતિએ થશે મકાનોનું રિ-ડેવલપમેન્ટ! મુખ્યમંત્રીએ ગુજરાતીઓને આપી સૌથી મોટી ભેટ

Breaking News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધે એક નિર્ણયથી ગુજરાતના લાખો લોકોને લાભ થશે. લાંબા સમયથી આ મામલે અભેરાઈએ ચઢેલો હતો. દાદાના એક નિર્ણયને પગલે માથાકૂટમાંથી સંખ્યાબંધ લોકોને મળશે મુક્તિ. લોકોને થઈ ગયો મોટો આર્થિક લાભ.

હવે રોકેટગતિએ થશે મકાનોનું રિ-ડેવલપમેન્ટ! મુખ્યમંત્રીએ ગુજરાતીઓને આપી સૌથી મોટી ભેટ

Breaking News: ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” અંતર્ગત ૧૦૦ ટકા પેનલ્ટી માફીની મુદત તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી. જાણો વિગતવાર કઈ રીતે લાખો ગુજરાતીને થશે સરકારના આ નિર્ણયથી લાભ....

મકાનોના રિ-ડેવલપમેન્‍ટની પ્રક્રિયાને વેગ મળશે :-
સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે વાર્ષિક ૮ ટકાના વ્યાજ દરે પેનલ્ટીની જોગવાઇના કારણે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો અભૂતપૂર્વ નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અન્‍વયે તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી લંબાવીને ૧૦૦ ટકા પેનલ્ટી માફી આપવાનો જનહિતકારી નિર્ણય કર્યો છે.

લાભાર્થીઓના પરિવારજનોને પણ લાભ મળશેઃ
વધુને વધુ લાભાર્થીઓ લાભ મેળવી શકે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવીને બાકી હપ્તાની રકમ ભરપાઇ કર્યેથી ૧૦૦ ટકા પેનલ્ટી માફી યોજના “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” તા. 30 સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીના સમય માટે જાહેર કરી છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જુની યોજનાઓમાં ૬૧,૩૧૦ જેટલા બાકી રહેતા લાભાર્થીઓના પરિવારજનોને પણ લાભ મળી શકશે એવો દાવો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

એટલું જ નહિ, સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે પણ વાર્ષિક ૮ ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો અભૂતપૂર્વ નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાલક્ષી નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડને બાકી હપ્તાની વસુલાત થશે અને જૂના-જર્જરિત મકાનોના રિ-ડેવલપમેન્ટ માટેનો માર્ગ મોકળો બનશે તેમજ નવા મકાનોના આયોજન હાથ ધરી શકાશે. આ ઉપરાંત મકાન ધારકોને પેનલ્ટી માફી મળતાં હપ્તા પેટેની રકમ તેઓ ભરીને પોતાનો માલિકી દસ્તાવેજ કરાવી શકશે. આના પરિણામે હાઉસીંગ બોર્ડના જૂના મકાનોનું રિ-ડેવલપમેન્‍ટ પણ હાથ ધરી શકાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news