World Cup 2023: ક્રિકેટ વર્લ્ડકપને લઈને અભેદ કિલ્લામાં ફેરવાયું અમદાવાદ! ગોઠવાયો લોખંડી બંદોબસ્ત

World Cup 2023: આજથી ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની. ધામધૂમ સાથે ક્રિકેટના મહાકુંભની શરૂઆત. જાણો કેવો છે સુરક્ષા બંદોબસ્ત.

World Cup 2023: ક્રિકેટ વર્લ્ડકપને લઈને અભેદ કિલ્લામાં ફેરવાયું અમદાવાદ! ગોઠવાયો લોખંડી બંદોબસ્ત

World Cup 2023/ઉદયરંજન, અમદાવાદઃ આજથી એક દિવસી ક્રિકેટ વિશ્વ કપનો ભવ્યાતિભવ્ય રીતે પ્રારંભ. અમદાવાદના આંગણે થઈ રહ્યો છે ક્રિકેટના આ મહાકુંભનો પ્રારંભ. અમદાવાદમાં આવેલાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલેકે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે વિશ્વ કપની પહેલી મેચ. ગઈ વખતની ચેમ્પિયન અને રનરઅપ ટીમ એટલેકે, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થશે વર્લ્ડ કપનો પહેલો મુકાબલો.

વર્લ્ડ કપને લઈને ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં વિશ્વ કપ દરમિયાન કઈ કઈ મેચો રમાશે? ક્યારે રમાશે ભારતની મેચ? સ્ટેડિયમમાં કેવા પ્રકારની છે વ્યવસ્થા? ટ્રાફિક નિયમથી લઈને કાયદો અને વ્યવસ્થા તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ કોવો કરાયો છે બંદોબસ્ત? ક્યાં કેટલી પોલીસ તૈનાત કરાઈ? કોને કોને સોંપાઈ છે જવાબદારી? જાણો વર્લ્ડ કપ સુરક્ષા છાવણીમાં ફેરવાયેલાં અમદાવાદના હાલ હવાલ... 

અમદાવાદના DCP કંટ્રોલ કોમલ વ્યાસે વર્લ્ડ કપ દરમિયાન અમદાવાદમાં કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા રહેશે અને ખાસ કરીને કેવા પ્રકારનો પોલીસ બંદોબસ્ત રહેશે તે અંગે ઝી મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુંકે, અમદાવાદના આંગણે ક્રિકેટના વિશ્વ કપ જેવી આટલી મોટી ઈવેન્ટ પહેલીવાર યોજાઈ રહી છે. ત્યારે એના માટે તંત્ર પણ પહેલાંથી જ સજ્જ છે. ખાસ કરીને ગૃહ વિભાગના આદેશાનુસાર પોલીસ તંત્રએ પોતાની તમામ તૈયારીઓ અગાઉથી જ કરી લીધી હતી.

જેથી ખેલાડી, ટીમનો સપોટ સ્ટાફ, વીવીઆઈપી, દર્શકો તેમજ સ્ટેડિયમની નજીક આસપાસના વિસ્તારમાંથી પસાર થતાં લોકો આ તમામને કોઈપણ પ્રકારની હાલાકી ન ઉભી થાય તેવી વ્યવસ્થા કરાઈ છે. ટ્રાફિક નિયમનથી લઈને મેચ જોવા આવેલાં દર્શકો માટે અલાયદા પાર્કિંગની પણ વ્યવસ્થા કરાઈ છે.  સાડા ત્રણ હજારથી વધુ સુરક્ષા જવાનો વર્લ્ડ કર દરમિયાન સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારોમાં તેમજ ખેલાડીઓને લાવવા અને લઈ જવા માટે થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા પુરી પડશે.

ક્યાં કેટલાં પોલીસ જવાનો તૈનાત રહેશે?

  • 3 એડી. CP, 13 DCP, 18 ACP, 56 PI, 117 PSI, 3500 પોલીસ, 1 SRP કંપની, 500 હોમગાર્ડ
  • 2000 સીસીટીવી કેમેરા, 700 થી 1000 બોડી વોર્ન કેમેરા
  • BDDS ની 9 ટીમો, સ્નીફર ડોગ સ્કવોર્ડ
  • મીની કંટ્રોલ રૂમ સ્ટેડિયમ ખાતે તૈયાર કરાયો
  • 50 (DFMD) ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર, 200 (HMMD) હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર
  • 1 એન્ટી ડ્રોન સિસ્ટમ, 5 QRT કવીક રિસ્પોન્સ ટિમ
  • 14 વ્રજ વાહનોનો શહેરમાં કરાશે ઉપયોગ
  • ગાંધીનગરથી 40 હજાર જેટલી મહિલાઓ મેચ જોવા આવશે જેઓ માટે 50 મહિલા પોલીસ અલગથી બંદોબસ્તમાં રહેશે તૈનાત
  • 2 PI અને 4 મહિલા PSI બંદોબસ્તમાં રહેશે તૈનાત
  • પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા શહેરનાં 2 હજાર કેમેરાનું સતત મોનીટરીંગ કરવામાં આવશે
  • સ્ટેડિયમના કોઈ ખાલીસ્તાની સમર્થક પ્રવેશ ન કરે તેને લઈને પણ ખાસ તકેદારી રાખવામાં આવશે
  • સ્ટેડિયમ આવતા જતા રસ્તાઓ પર પણ પોલીસ ચેકીંગ કરવામાં આવશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news