બેંકે 1ના બદલે 10 લાખ આપ્યાં, ભૂલથી મળેલાં 9 લાખ યુવાને પરત કરીને ઈમાનદારી દર્શાવી
પૈસા માટે આજે લોકો ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. આવા સ્થિતિમાં એક યુવાને પોતાને ભૂલથી મળેલાં લાખો રૂપિયા પરત કરી દીધાં. આ વસ્તુ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણરૂપ બની રહેશે.
Trending Photos
રાજેન્દ્ર ઠકકર, કચ્છ: આજે દરેક વ્યક્તિને પૈસાની જરૂર હોય છે. પૈસા માટે મોટાભાગના માણસ સાચાનું ખોટું અને ખોટાનું સાચું કરવા માટે તૈયાર થઈ જાય છે. આવી સ્થિતિમાં કચ્છ જિલ્લામાં એક નવયુવકે ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડીને માનવતા મહેકાવવાનું કામ કર્યું છે. ભુજના યુવાન દ્વારા બેંકને ભૂલથી આવી ગયેલ 9 લાખ રૂપિયા પરત કરાયા. યુનિયન બેન્ક દ્વારા ભુજના મેહુલરાજ સિંહ રાઠોડને 1 લાખની જગ્યાએ 10 લાખ રૂપિયા અપાઈ ગયા હતા. યુવાનને હોસ્પિટલમાં જવાનું હોવાથી ગણ્યા વગર સ્કુટીની ડિકીમાં નાખીને જતો રહ્યો.
બેન્કમાંથી વધારે રૂપિયા ચૂકવવાનો ફોન આવતા 9 લાખ રૂપિયા પરત કર્યા. યુવાને 9 લાખ રૂપિયા પરત કરીને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડયું. મેહુલરાજ સિંહ રાઠોડ એ 9 લાખ રૂપિયા પરત કરીને પ્રામાણિકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું. ખાનગી વ્યવસાય ધરાવતા ભુજના મેહુલરાજ સિંહ રાઠોડ ને યુનિયન બેંક મુન્દ્રા રોડ શાખા માં પૈસા લેતી વખતે 9 લાખ રૂપિયા વધારે આવી જતા તેમણે આ રૂપિયા પરત આપી ને પ્રામાણિકતા નું ઉદાહરણ પૂરું પાડેલ હતું.
બુધવારે બપોરે મેહુલ રાજ સિંહ પોતાના કામ અર્થે બેંક માં ગયા હતા અને પૈસા ની જરૂરત હોતા તેઓ એ બેંક માંથી એક લાખ રૂપિયા ઉપાડેલ પરિસ્થિતિ એવી હતી કે મેહુલરાજસિંહને શારીરિક તકલીફ હોતા પૈસા ગણ્યા નહિ અને સ્કુટીની ડિકીમાં રાખી મૂક્યા અને પોતાનો ચેક અપ રિપોર્ટ લેવા ગયા ત્યારે બેંક માં થી ફોન આવ્યો કે તમને 1 લાખની જગ્યાએ 10 લાખ રૂપિયા આપી ગયા છે ત્યાર બાદ મેહુલરાજસિંહએ પૈસા ગણ્યા તો 10 લાખ રૂપિયા હતા તો તેઓ પૈસા બેન્કમાં પરત કરી ગયા હતા.
ત્યારે બેંક મેનેજર સુનીલ કુમાર અને શિવકુમાર કમબોજ કેશિયર એ આભાર ની લાગણી વ્યક્ત કરીને ધન્યવાદ આપ્યા હતા. આમ 9 લાખ રૂપિયા પરત કરીને મેહુલરાજસિંહએ પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે