ગુજરાતના આ ત્રણ ગામમાં રહેનારા 'અદાણી-અંબાણી'થી કમ નથી! કાળૂભાઈ-મૂળૂભાઈ બધા છે કરોડપતિ
Cororpati Villagers in Gujrat: શું તમે ગુજરાતના એવા ગામડાંઓ વિશે જાણો છો જ્યાં રહેતી દરેક વ્યક્તિ કરોડપતિ છે. જીહાં, જાણીને નવાઈ લાગશે પણ આ હકીકત છે. અહીં રહેતી દરેક વ્યક્તિ અંબાણી-અદાણીથી કમ નથી.
ગુજરાતના આ ત્રણ ગામના બધ લોકો છે કરોડપતિ
બાળદીયા, માઘાપર, કુકરવાડાની કહાની
અહીંના બધા જ લોકો કેમ કરોડપતિ છે?
Trending Photos
Cororpati Villagers in Gujrat: સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે ગામમાં રહેતા લોકો આર્થીક રીતે નબળા હોય છે પણ આ જે ગુજરાતના ત્રણ ગામ વિશે વાત કરીશું કે જે ગામના બધા લોકો છે કરોડપતિ. ગામડું આ શબ્દ સાંભળતા જ ધૂળવાળા રસ્તા ગોબરવાળી ભેંસો,બાધેલી ગાયો અને છાપરાવાળા અને લીપણ વાળા ઘર યાદ આવે.ખાવા બનાવતા ચૂલાને ફૂંક મારતા એ ડોસીમાં યાદ આવે.પણ ભાઈ આ તો 21મી સદી છે અને અમે તમને જે ગામ બતાવીશુ ત્યાં ધૂળવાળા રસ્તા નહી RCCના રોડ દેખાશ.છાપરા કે લીપણ વાળા ઘરો નહીં પણ જો મળશે ગાર્ડનવાળા બંગ્લોઝ.જી,હા અમે આજે તમને ગુજરાતાના બે ગામો વિશે વાત કરીશું તે ગામના બધા લોકો કરોડ પતિ છે અને તે કેમ છે તેની પણ મેળવીશું જાણકારી.
ગુજરાતના એવા ગામ છે કે ત્યાં દરેક લોકો કરોપતિ છે-
ગુજરાતના કચ્છમાં ભૂજ પાસે બળદિયા ગામ આવેલુ છે. આ ગામના લોકોના બેંક ખાતામાં અરબો રૂપિયા જમા થયેલા છે. આ ગામમાં કોઇ ગરીબ નથી બધા કરોડપતિ છે. ગુજરાતનું સૌથી ધનિક ગામ કહેવામાં આવે છે.આ ગામમાં મોટા ભાગના લોકો વિદેશમાં રહે છે. બળદિયા એશિયાનું સૌથી ધનવાન ગામ ગણાય છે,જ્યાં દરેક વ્યક્તિ કરોડપતિ છે.
ગુજરાતનું બીજુ કરોડપતિ ગામ માધાપર-
માધાપર કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું છે, જ્યાંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમજ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
માધાપર ગામમાં લગભગ 2 હજાર લોકોની છે, છેલ્લા થોડા સમયમાં તો ગામમાં લીલોતરી વધી છે અને નવા તળાવો, ચેક ડેમ્સ, અને બોરવેલ પણ બન્યા છે જેનાથી ગામને આખું વર્ષ પીવાનું પાણી મળી રહે છે. આ ગામમાં હેલ્થ સેન્ટર, બાળકોને રમવા માટેના બગીચા અને મંદિરો પણ આવેલા છે.
ઓછી વસ્તી ધરાવતું હોવા છતા આ ગામમાં 15 બેન્ક્સ છે. અને તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ ગામની બેન્ક્સ અને પોસ્ટમાં ગામની વસ્તી જેટલી જ કરોડોમાં ડિપોઝિટ જમા છે. એક બે નહીં પણ પૂરા 200 કરોડ જમા છે એ આખા એશિયાનું રૂપિયાવાળું ગામ સાબિત થયું છે. ત્યાંના દરેક વ્યક્તિના બેન્ક ખાતામાં લાખો રૂપિયાની રકમ છે જમા. એ તો ઠીક પણ આખા ભારતમાં આટલી બેન્કો ધરાવતું ગુજરાતનું આ એક માત્ર ગામ છે. જે સૌ ગુજરાતી માટે ગર્વ લેવા જેવી વાત છે.
ગામમા પ્રવેશતા જ એની ભવ્યતાનો આવે છે ખ્યાલ:
આ ગામમાં દરેક ઘર ગાર્ડન અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. અહીં અંગ્રેજી માધ્યમની મોટી મોટી શાળા અને કોલેજો ચાલે છે.અહીંની બજારોમાં શોપિંગ મોલ અને મોટી મોટી દુકાનોની હારમાળા છે. લાખોના ખર્ચે બંધાવેલા અદ્ભૂત મંદિરો છે.આ ગામમાં પણ મોટા ભાગના લોકો વિદેશમાં વસવાટ કરે છે.
આ ગામમાંથી ઘરદીઠ એક કે બે વ્યક્તિઓ પોતાનો વ્યવસાય વિદેશમાં જ કરે છે. ત્યાં જ સ્થાયી થઈ ગયા છે. આ ગામના એક એક વ્યક્તિ દીઠ જો ગણતરી કરીએ તો 12 લાખથી વધુ રકમ બેન્ક કે પોસ્ટમાં ડિપોઝિટ હોય શકે છે. આ ગામના ઘણા લોકો યુકે, અમેરિકા અને કેનેડા રહે છે.
પરંતુ તેઓ પોતાના રૂપિયા પોતાના ગામમાં જ જમા કરાવવાને પ્રાથમિકતા આપે છે. જેને કારણે આ ગામની બેંકોમાં આટલા બધા રૂપિયા જમા છે. આ ગામથી વિદેશ જઈને વસેલા લોકો ઘણા વધુ છે અને તેમને વિદેશમાં ગામના નામે કોમ્યુનિટી એસોસીયેશન બનાવ્યું છે. વર્ષ 1968માં લંડનમાં કચ્છ માધાપર કાર્યાલયની સ્થાપના કરવામાં આવી, જે યુકેમાં વસેલા માધાપરના લોકોને ભેગા કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજતા હોય છે.
ગુજરાતનું ત્રીજુ ગામ છે કુકરવાડા-
ત્રીજુ એક ગામ છે કુકરવાડા કે જ્યાના લોકો કરોડપતિ છે.ગામમાં મોટાભાગના ઘરોમાંથી એક વ્યક્તિ વિદેશમા છે.આ ગામના સૌથી વધુ લોકો અમેરિકા અને કેનેડા જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે