અંબાલાલ પટેલની નવી આગાહીથી ખુશ થઈ જશો, પણ ખેડૂતો દુખીદુખી થઈ જશે
Gujarat Weather Update : સાબરકાંઠા, અમદાવાદ સહિતના જિલ્લાઓના વાતાવરણમાં પલટો.... બે માસમાં ત્રીજીવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી......
Trending Photos
Gujarat Weather Update : રાજ્યમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત રાહત મળશે. કારણ કે, આગામી 3 દિવસ સુધી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. પશ્ચિમી પવન ફૂંકાતા ગરમીથી થોડી રાહત મળશે. વાતાવરણમાં આવનાર પલટાને પગલે આગામી 3 દિવસ સુધી ગરમી ઘટવાની આગાહી છે. 3 દિવસ બાદ કાળઝાળ ગરમી સાથે ઉનાળો આકરો બની રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, આવતીકાલથી ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે. 22 ફેબ્રુઆરીથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 22 થી 26 ફેબ્રુઆરીથી પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વાદળવાયુ વાતાવરણ રહેશે. તો 28 ફેબ્રુઆરીથી બીજો પશ્ચિમી વિક્ષોભ આવતા વાતાવરણમાં મોટું પરિવર્તન આવશે.
આ પણ વાંચો :
જોકે, માત્ર ગુજરાતના વાતાવરણમાં પલટો જ નહિ આવે, પંરતું આ દરમિયાન હળવા માવઠાની પણ આગાહી કરવામા આવી છે. આજે મંગળવાર સવારથી સાબરકાંઠા, અમદાવાદ સહિતના જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. છેલ્લા બે માસમાં ત્રીજીવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી છે.
જોકે, આગાહી તો એમ પણ કહે છે કે, હજી આગામી માર્ચ મહિનામાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે. 22 ફેબ્રુઆરીથી 8 માર્ચ વચ્ચે ગુજરાતના વાતાવરણમાં ઘણા પલટા આવશે. તેથી ગુજરાતના ખેડૂતોના માટે મોટું સંકટ યથાવત રહેશે.
આજે સવારથી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું. હિંમતનગરનું આકાશ વહેલી સવારથી વાદળોથી ઘેરાયેલું છે. બે મહિનામાં ત્રીજીવાર વાતાવરણમાં પલટો આવતા સાબરકાંઠાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતરમાં ઉભા પાકના સમયે જ ગત વખતે કમોસમી વરસાદ વરસ્યો હતો. તૈયાર પાકની કાપણી કરવાના સમયે વાતાવરણમાં પલટો આવતા ચિંતામાં મૂકાયા છે. આ વખતે જિલ્લામાં 1,44,585 હેક્ટરમાં રવિ સિઝનનું વાવેતર થયું છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે