ગુજરાતની સૌથી મોટી આંગડિયા પેઢીની લૂંટના આરોપીઓ પકડાયા, એક કરોડની થઈ હતી લૂંટ
Surat Police : સુરતની આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી થયેલી લૂંટનો ગણતરીને કલાકોમાં ઉકેલાયો ભેદ..પોલીસે નવસારી-વલસાડ હાઈવે પરથી લૂંટારૂઓને દબોચ્યા..એક કરોડની થઈ હતી લૂંટ
Trending Photos
Surat Crime News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના : સુરતની આંગડિયા પેઢીની લૂંટમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ગણતરીના કલાકોમાં જ પોલીસે લૂંટારુંઓને ઝડપી પાડ્યા છે. સુરત-નવસારી હાઈવે પરથી લૂંટારુંઓને ઝડપી પાડ્યા છે. સરથાણાના શ્યામધામ મંદિર પાસે આંગડિયા પેઢીમાં મોટી લૂંટ થઈ હતી. ગુજરાત આંગડિયા પેઢીની આ સૌથી મોટી લૂંટ હતી. ઈકો કારમાં આવેલા 4 શખ્સો લૂંટ કરી ફરાર થયા હતા. ત્યારે મુદ્દામાલ સાથે પોલીસે લૂંટારુંઓને ઝડપી પાડ્યા છે. આરોપી ઇકો કારમાં નવસારી-વલસાડ રોડથી મુંબઈ ભાગી રહ્યા હતા. પોલીસે આરોપી પાસેથી લૂંટમાં ઉપયોગમાં લીધેલા હથિયાર પણ જપ્ત કર્યા છે.
સુરતના સરથાણા વિસ્તારમાં ગત સવારે લૂંટની ઘટના સામે આવી છે, ઇકો કારમાં આવેલા 4 થી 5 જેટલા લૂંટારુઓ આંગડિયા પેઢીના કર્મચારીને રિવોલ્વર અને ધારીયા જેવું હથિયાર બતાવી લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો બીજી તરફ આ સમગ્ર બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે હાઈવે પર નાકાબંધી કરી વલસાડ અને ભરૂચ એલસીબીને લૂંટ અંગે જાણ કરી હતી. વલસાડ એલસીબી પોલીસે નવસારી વલસાડ હાઈવેથી આરોપીઓને મુદ્દા માલ સાથે પકડી પાડ્યા છે.
સુરતના સરથાણા શ્યામધામ મંદિર પાસે સવારે લૂંટની ઘટના બની હતી. ઇકો કારમાં આવેલા 4 થી 5 ઈસમોએ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સાથે જ સમગ્ર લૂંટની ઘટનાનો એક વીડીયો પણ સામે આવ્યો છે લૂંટારો બંદૂકની અણીએ લૂંટ ચલાવ ચલાવી ફરાર થતા વીડિયોમાં કેદ થયા છે, લૂંટારુઓ ઇકો કારમાં આવ્યા હતા અને લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
આ વિશે સુરત શહેર પોલીસના ઝોન-1ના ડીસીપી ભક્તિ ઠાકરે જણાવ્યું કે, બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, પોલીસ દ્વારા આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા અને આરોપીઓને પોલીસની મદદથી વલસાડ એલસીબીએ નવસારી વલસાડ હાઇવે પાસેથી ઝડપી પાડ્યા છે.
સુરત પોલીસ 4 આરોપીઓને લઈ સુરત આવવા રવાના થઈ છે. ઇકો કાર અને મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. પોલીસે તમામ મુદ્દામાલ આરોપીઓ પાસેથી જપ્ત કર્યો છે. વલસાડ અને સુરત પોલીસનું સંયુક્ત ઓપરેશન સફળ રહ્યું. સુરત પોલીસે વલસાડ પોલીસ પાસેથી આરોપીનો કબજો લીધો છે. ચુસ્ત પોલીસ બંધોબસ્ત સાથે પોલીસ સુરત આવવા રવાના થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે