monsoon updates : ગુજરાતમાં આજે 21 ઓગસ્ટે ક્યાં, કેટલો વરસાદ છે, જાણો એક ક્લિકમાં....

આજે સવારે 6.00 કલાકની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 170 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં 7 તાલુકાઓ એવા છે કે જ્યાં 4.5 થી 5.5 ઈંચ વરસાદ વરસ્યો 

monsoon updates : ગુજરાતમાં આજે 21 ઓગસ્ટે ક્યાં, કેટલો વરસાદ છે, જાણો એક ક્લિકમાં....

ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ, આજે સવારે 6.00 કલાકની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 170 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં 7 તાલુકાઓ એવા છે કે જ્યાં સાડા ચારથી 5.5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં 139 મીમી એટલે કે 5.5 ઈંચથી વધુ, નવસારી જિલ્લાના ચીખલી-ગણદેવી તાલુકામાં 124 મીમી એટલે કે 5 ઈંચ તથા વલસાડમાં 119 મીમી, નવસારીમાં 115 મીમી, જલાલપોરમાં 114 મીમી અને ખેરગામ તાલુકામાં 113 મીમી એટલે કે 4.5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

રાજ્યના 15 તાલુકાઓમાં 2 થી 4 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જેમાં તલોદ, પાટણ, ઉમરગામ, વાપી, ડોલવાણ, કપરાડા, વાંસદા, વઘઈ, બારડોલી, પારડી, પલસાણા, દાંતા, ડાંગ-આહવા, ધરમપુર અને મેઘરજનો સમાવેશ થાય છે. જયારે છેલ્લાં ચોવીસ કલાકમાં રાજ્યના 24 તાલુકાઓમાં એક થી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં શહેરા, ભિલોડા, માલપુર, નિઝર, બાલાસિનોર, ક્વાંટ, ખાનપુર, ખંભાળિયા, ગોધરા, અમદાવાદ શહેર, હાલોલ, વ્યારા, મોડાસા, પડધરી, ગળતેશ્વર, કરજણ, સુબિર, ધંધુકા, લુણાવાડા, વિરપુર, ઈડર, વાલોડ, મહુવા(સુરત), વિજાપુર, સોનગઢ, ભરૂચ અને નેત્રંગ તાલુકાનો સમાવેશ થાય છે. ૩૩ તાલુકાઓમાં અડધાથી એક ઈંચ વરસ્યો છે. જ્યારે કે, 86 તાલુકાઓમાં અડધા ઈંચથી ઓછો સામાન્ય વરસાદ વરસ્યો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું છે. 

દક્ષિણ ગુજરાતમાં વરસાદ 
નવસારીના વાંસદા અને ચીખલીના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ ડેમ ઓવરફ્લો થવાની તૈયારી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કેલીયાડેમ ઓવરફલો થવામાં માત્ર 3 ફૂટ બાકી રહ્યો છે. ત્યારે વાંસદા અને ચીખલીના નીચાણવાળા વિસ્તારમાં આવેલા 25 જેટલા ગામોને હાઈએલર્ટ કરાયા છે. કેલીયાડેમ ઓવરફ્લો થવાથી ખેડૂતોને મોટો ફાયદો થશે. 

સુરતમાં આજે વરસાદ ઓછો છે, પણ અનેક વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયેલા છે. સુરત પાંડેસરા ગામમાં ખાડી પૂર ભરાયેલા છે. સ્થાનિક લોકોને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા હતા. તો વિસ્તારના ધારાસભ્ય વિવેકભાઈ પણ રેસ્ક્યૂની કામગીરીમાં જોડાયા હતા. તો બીજી તરફ, ઉધના મોરારજી વસાહતમાં પણ વરસાદી પાણી ભરાયા છે. આ વિસ્તારમાં કેડ સમા પાણી ભરાયેલા છે. મોડી રાત્રે પડેલા વરસાદના કારણે સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. જેને કારણે ગરીબ લોકોનો ઘર વખરીનો સામાન પણ પાણીમાં તણાયો છે. હજી સુધી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તેથી સ્થાનિકો તંત્ર પર રોષ વ્યક્ત કર્યો હતો.

જેની આતુરતાથી રાહ જોવાતી હતી એ ઘડી આવી, સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો

રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 88.55 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 150.87 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 119.18 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 81.68 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 68.02 ટકા અને ઉત્તર ગુજરાતમાં 65.21 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં થયેલ વરસાદને કારણે રાજ્યના સરદાર સરોવર સહિત 206 જળાશયો ભરાયા છે. સરદાર સરોવર ડેમમા હાલ 1,88,394 એમસીએફટી પાણીના સંગ્રહ સાથે કુલ સંગ્રહ 56.39 ટકા જેટલો થયો છે. રાજ્યના 64 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. તે ઉપરાંત 64 જળાશયો એવા છે કે જે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર સહિત 25 જળાશયો એવા છે કે જેમાં 50 થી 70 ટકા પાણી ભરાયા છે. 25 થી 50 ટકા વચ્ચે 28 જળાશયો ભરાયા છે. જ્યારે કે, 25 ટકાથી ઓછા ભરાયા હોય એવા 24 જળાશયો છે. આ માહિતી જળ સંપત્તિ તરફથી આપવામાં આવી છે.  

રાજ્યમાં થઈ રહેલાં વરસાદને પરિણામે 131 માર્ગો અસરગ્રસ્ત થયા છે. જેમાં પંચાયત હસ્તકના 119 માર્ગોનો સમાવેશ થાય છે. આ માર્ગો સત્વરે પૂર્વવત થાય એ માટે વહીવટી તંત્ર દ્વારા સક્રીય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

ગુજરાતના અન્ય મહત્વના સમાચાર....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news