Gujarat: શહેરમાં વ્યઢંળોનો વધ્યો આતંક, કપડાં ઉંચા કરી યુવતીનો કર્યો પીછો અને પછી...
Transgender people: ગુજરાતમાં કહેવાતા વ્યંઢળોનો આતંક વધી રહ્યો છે. આ મામલે અમદાવાદના એક જાગૃત નાગરિકે પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી છે. જેમાં પુરાવાના ભાગરૂપે એક વિડીયો પણ આપ્યો છે. જે 20 સેકન્ડનો છે. એ વીડિયો જોશો તો સ્પષ્ટપણે જોઇ શકાય છે કે એક વ્યઢંળ (third-gender) એક કોમ્પેલેક્સમાં એક યુવતી પાછળ દોડી રહ્યો છે અને તે પોતાના પ્રાઇવેટ પાર્ટ્સ પ્રદર્શિત કરી રહ્યો છે. જેને લઇને યુવતી ખૂબ ગભરાઈ ગઈ છે. આજે પણ આ યુવતી પાસે આ મામલે કોઈ જવાબ નથી.
Trending Photos
Ahmedabad: શહેરી વિસ્તારોમાં આવેલી સોસાયટી અને કોમ્પ્લેક્સમાં અવાર નવાર વ્યઢંળો (third-gender) આવી ચડતા હોય છે. જેમાં ઘણીવાર બની બેઠેલા કહેવાતા વ્યંઢળોની ટોળકીઓ પણ હોય છે. જેના દ્વારા સામાન્ય જનતા કે સોસાયટીના રહીશો સાથે પજવણીના કિસ્સા સામે આવતા હોય છે. તાજેતરમાં જ એક એવો કિસ્સો અમદાવાદ પોશ વિસ્તાર શ્યામલ ક્રોસ રોડ, આંબાવાડી ખાતે આવેલા શ્યામલ આઇકોનિકમાં કોમ્પલેક્સમાં સામે આવ્યો છે. જેમાં એક વ્યંઢળ દ્રારા એક છોકરીની પજવણી કરાઈ રહી છે.
કહેવાતો આ વ્યંઢળ છોકરીનો કપડાં ઊંચા કરીને પીછો કરતો જોવા મળે છે. આ ઘટનાથી યુવતી ખૂબ જ ડરી જતાં દોડતી જોવા મળી રહી છે. એ ફટાફટ સીડીનાં પગથિયાં ચડતી આ વીડિયોમાં જોવા મળી રહી છે. આ પ્રકારનો કિસ્સો કોઇ પ્રથમવાર બન્યો નથી પરંતુ આવી ઘટનાઓ અવાર-નવાર બનતી હોય છે. ક્યારેય લોકો તેને સામાન્ય ગણીને તેમની સાથે માથાકૂટ ન પડવા માંગતા હોતા નથી અને તેને ઇગ્નોર કરે છે. પરંતુ કેટલાક જાગૃત લોકો આ ઘટનાને સામાન્ય ન ગણીને તેના વિરૂદ્ધ પગલાં લેવા ફરિયાદ પણ કરતા હોય છે.
55 મિલિયન ઇન્ડીયને આ ગુજ્જુ ડોક્ટરનો વીડિયો જોઈ કહ્યું, ''ડોક્ટર હોય તો આવા''
આ 3 વાસ્તુ ટિપ્સ તમને બનાવી દેશે કરોડપતિ,આટલું ધ્યાન રાખશો તો મા લક્ષ્મી થશે પ્રસન્ન
તાજેતરમાં 3 જુલાઇ 2023 ના રોજ આવી જ ઘટના અમદાવાદમાં બની હતી. જેને લઇને અમદાવાદના એક જાગૃત નાગરિકે પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી છે. જેમાં પુરાવાના ભાગરૂપે એક વિડીયો પણ આપ્યો છે. જે 20 સેકન્ડનો છે. જેમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે એક વ્યઢંળ (third-gender) યુવતી પાછળ દોડી રહ્યો છે. આંબાવાડી વિસ્તારમાં આવેલા શ્યામલ આઇકોનિક કોમ્પલેક્સમાં અવાર-નવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. જેને લઇને કોમ્પલેક્સના દુકાનદારોએ માલિકોને રજૂઆત કરી પરિસરમાં વ્યઢંળોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી ચૂક્યા છે.
તમારા દેવતાને રાખડી બાંધવાથી દૂર થશે મુશ્કેલીઓ, જાણો કયા ભગવાનને કઇ રાખડી બાંધવી
Weight Loss: આ 5 ફ્રૂટનું કરો સેવન, ફટાફટ ઉતરવા લાગશે વજન, બની જશો સ્લિમ અને ટ્રીમ
જાગૃત નાગરિકે પોલીસ કમિશનર સમક્ષ લેખિત રજૂઆત કરતાં લખ્યું છે કે આ વ્યઢંળોની હરકતો ખંડણીખોર જેવી બની રહી છે. જેઓ આ કોમ્પલેક્સમાં અવાર નવાર ઘૂસી જઇ આતંક મચાવે છે. આ પ્રકારની ઘટનાઓને લઇને આ કોમ્પલેક્સમાં નોકરી કરતી છોકરીઓને વારંવાર આઘાતનો સામનો કરવો પડ્યો છે. આ મામલે મારી દીકરી પણ ભોગ બની છે આ મામલે પોલીસને પણ રજૂઆતો કરાઈ છે.
Tandoori Roti: રૂપિયા આપી બિમારી ઘરે લાવવી હોય તો ઓર્ડર કરજો તંદૂર રોટી, જાણો નુકસાન
vastu tips: ઘરનો મુખ્ય દરવાજો ચમકાવી દેશે ભાગ્ય, બસ આટલી બાબતોનું રાખો ધ્યાન
પોલીસનું કહેવું છે કે તમારે તેમને 15થી 30 મિનિટ સુધી ચર્ચામાં રાખવા જ જોઈએ, પરંતુ તેમને 20થી 30 મિનિટ સુધી વ્યસ્ત રાખવા ખૂબ મુશ્કેલ છે. શહેરના શ્યામલ ક્રોસ રોડ, પ્રહલાદનગર રોડ, શિવરંજની, જોધપુર ગામ, આઈટીસી નર્મદા વિસ્તાર, બોડકદેવ, સિંધુ ભવન રોડ જેવા વિસ્તારોમાં અવાર નવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે.
સુખ-શાંતિ ઇચ્છતા હોવ તો ઘર બનાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, શું શુભ? શું અશુભ?
ભૂખ્યા પેટે કરશો આ કસરત તો ઓગળી જશે બેલી ફેટ, નોરા ફતેહી જેવું થઇ જશે ફિગર
એમાં પણ ખાસ કરીને જ્યારે કોઇ નવી દુકાન કે મકાનનું મુહૂર્ત હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે અને તેમને ટાર્ગેટ બનાવીને રૂપિયાની માંગણી કરવામાં આવે છે. ખરીદનાર માલિકો જો ખુશ થઇને 500 રૂપિયા 1000 રૂપિયા આપે તો તેનો સ્વિકાર કરતા નથી અને તેના બદલે 11,000, 21000, 31000 અને 50,000 રૂપિયા જેટલી મસમોટી માંગણીઓ કરતા હોય છે. જો કોઈ વ્યક્તિ તેમની માંગણી મુજબ પૈસા આપવા તૈયાર ન હોય, તો તેઓ ધમકી આપે છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિલ્ડીંગો કામ કરતા લોકો અને સિક્યોરિટી ગાર્ડ તેમના ખાસ બાતમીદારો હોય છે.
સંપત્તિના મામલે આ બિહારીની છે બોલબાલા, કોલેજ છોડી આ રીતે બન્યા સૌથી ધનવાન વ્યક્તિ
Raksha Bandhan 2023: રક્ષાબંધન પર ભાઇને રાશિ મુજબ બાંધો રાખડી, પ્રાપ્ત થશે દિર્ઘાયુ
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે