હવામાન વિભાગની ભરઉનાળે વરસાદની આગાહી, ગુજરાતમાં આગામી 24 કલાકમાં પડી શકે છે વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી ઠંડા પવન શરૂ થયા છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં સામાન્ય ઘટાડો થયો છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદી છાંટીથી લઈ ઝાપટાં પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આગામી 24 કલાક રાજ્યમાં વરસાદી ઝાપટાંની સંભાવના
ઉત્તર પશ્ચિમી પવનને કારણે ગરમી 2 ડિગ્રી ઘટી
કાળઝાળ ગરમીથી લોકોને મળશે રાહત
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ કાળઝાળ ગરમીથી ત્રાહિમામ થઈ રહેલાં લોકો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાકમાં વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાં વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી છે. ભરઉનાળે વરસાદની આગાહીથી લોકોનાં મનમાં ઠંડક જરૂર થશે. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં છૂટા-છવાયા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એકાએક વાતાવરણમાં આવેલાં પલટાંને પગલે ગરમીનો પારો પળ ગગડીને બે ડિગ્રી નીચો ગયો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી ઠંડા પવન શરૂ થયા છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં સામાન્ય ઘટાડો થયો છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદી છાંટીથી લઈ ઝાપટાં પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા, આણંદ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ અને સુરત તેમ જ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે તેમ જ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે. વાતાવરણમાં પલટો આવતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદનું મહત્તમ તાપમાન સોમવાર કરતાં 1.1 ડિગ્રી ગગડી 41.2 ડિગ્રી, લઘુતમ તાપમાન 25.3 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યનાં પાંચ શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. જ્યારે 41.8 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે