કેદારનાથમાં ફસાયા ગુજરાતીઓ, ટ્વીટ કરી કહ્યું- અમારે અત્યારે મદદની જરૂર છે
કેદારનાથમાં ભારે વરસાદને કારણે અનેક પરિવારો ફસાયા છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ગુજરાત સહિત 3 હજારથી વધુ લોકો કેદારનાથમાં ફસાયા છે
Trending Photos
ઝી મીડિયા બ્યૂરો: કેદારનાથમાં ભારે વરસાદને કારણે અનેક પરિવારો ફસાયા છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ગુજરાત સહિત 3 હજારથી વધુ લોકો કેદારનાથમાં ફસાયા છે. ત્યારે કેદારનાથ ધામ ગયેલા ગુજરાતના અરવિંદ આહિરે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી હતી. જો કે, પ્રતિકૂળ હવામાનને કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાએ યાત્રીઓને મંગળવાર સુધી ત્યાંજ રહેવાની સલાહ આપી હતી.
હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઇને ઉત્તરાખંડના બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી સહિત ચાર ધામમાં ભારે વરસાદ અને ઠંડીના કારણે તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો છે. આ ઉપરાંત ભારે વરસાદ બાદની તબાહીથી ગુજરાતી શ્રદ્ધાળુ સહિત મોટી સંખ્યામાં યાત્રાળુઓ કેદારનાથમાં ફસાયા હોવાની જાણકારી સામે આવી રહી છે.
ગુજરાતથી કેદારનાથ દર્શનાર્થે ગયેલા અરવિંદ આહિર નામના એક વ્યક્તિએ કેદારનાથમાં ફસાયા હોવાની ટ્વીટ કરીને જાણકારી આપી હતી. અરવિંદ આહિર નામના વ્યક્તિએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, અમે છેલ્લા બે દિવસથી કેદારનાથમાં ફસાયા છીએ. અમારે અત્યારે મદદની જરૂર છે. અહીંયા છેલ્લા બે દિવસથી ખુબ જ વરસાદ પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે સવારથી જ બદ્રીનાથ હાઇવે પર બોલ્ડરના કારણે રસ્તા બ્લોક થઇ ગયા હતા. ભારત-ચીન સરહદને જોડતો હાઇવે પણ તમકમાં બંધ છે. સરહદી ચોકીઓ પર આવતા લશ્કરના વાહનો પણ બંધ થઈ ગયા છે. તમકમાં ડુંગરો પરથી સતત પથ્થરો પડવાના કારણે ચિંતાજનક સ્થિતિ છે અને પ્રતિકૂળ હવામાનને કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાએ યાત્રીઓને મંગળવાર સુધી આ સ્થળે રહેવાની સલાહ આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે