અમદાવાદમાં વહેલી સવારે વિજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ તુટી પડ્યો, તોફાની પવન ફુંકાયો
Heavy Rain In Ahmedabad: અમદાવાદ શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યાની સાથે જ કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે. તોફાની પવન ફુંકાવાની સાથે જ શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો.
Trending Photos
Heavy Rain In Ahmedabad: અમદાવાદ શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યાની સાથે જ કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે. તોફાની પવન ફુંકાવાની સાથે જ શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો.
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં અતિ કાળા ડિબાંગ વાદળોથી સમગ્ર આકાશ ઘેરાયું હતું અને શહેરભરના અલગ અલગ વિસ્તારોમાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડ્યો હતો. ભારે વરસાદ સાથે તીવ્ર ગતિએ પવન ફુંકાયો હતો.
અમદાવાદ સાથે ગાંધીનગરમાં પણ ચોમાસુ બેસી ગયું હોય તેવો વરસાદ નોંધાયો છે. વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ એકાએક વરસાદ તુટી પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.
અમદાવાદ, ગાંધીનગર સાથે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. પાલનપુરમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. પાલનપુર ઉપરાંત ડીસા, દાંતીવાડા, વડગામ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદને લઈને ધરતીપુત્રોમાં ચિંતા વધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે