ગાંભોઇમાં જમીન દાટેલી બાળકીનું મોત, રક્ષાબંધને જ બાળકીએ લીધા અંતિમ શ્વાસ
નવજાત બાળકીની હિંમતનગર સિવિલમા સારવાર ચાલી રહી હતી પરંતુ આજે 8 દિવસ બાદ વહેલી સવારે બાળકીનું મોત નિપજ્યું છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા.
Trending Photos
શૈલેષ ચૌહાણ, હિંમતનગર: હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આજે સવારે નવજાત બાળકીનું સારવાર દરમિયાન મોત થતા સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રમાં શોકનો માહોલ સર્જાયો છે. જોકે આ મામલે વહીવટી તંત્ર દ્વારા તથા પ્રયત્નોના અંતે પણ નવજાતનું મોત થતા સિવિલ હોસ્પિટલ દ્વારા નવજાત દીકરીનું પોસ્ટમોર્ટમ કરી તેના મૃતદેહને પરિવારજનોને સોંપાયો હતો. તો પોલીસ તંત્ર દ્વારા આગામી સમયમાં વધુ કલમ ઉમેરવાનું પણ જણાવ્યું હતું.
સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈમાં સાત માસની અધૂરા માસે જન્મેલી દીકરી ને તેના માતા પિતા દ્વારા જીવતી જ જમીનમાં દાટી દેવાઈ હતી.ખેતરમાં ખેત મજૂરે જોતા બુમાબુમ કરી અને નજીકની યુજીવીસીએલ કચેરીમાં જાણ થતા કર્મચારીઓ અને અધિકારીઓ દોડી આવ્યા હતા અને જીવિત દીકરીને જમીનમાંથી બહાર લાવી ૧૦૮ ને જાણ કરતા તાત્કાલિક ધોરણે નવજાત દીકરીને હિંમતનગર સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાં દાખલ કરાઈ હતી.
જ્યાં સાબરકાંઠા જિલ્લા આરોગ્ય ટીમ સહિત વહીવટી તંત્ર પણ દીકરીને બચાવવા માટે તનતોડ પ્રયાસ કરતું નજરે આવી હતું જો કે આ મામલે રાજ્ય સરકાર દ્વારા પણ નવજાત બાળકોના સ્પેશિયાલિસ્ટને તાત્કાલિક વડનગર થી સાબરકાંઠા મોકલવામાં આવ્યા હતા સાથે સાથે છેલ્લા ચાર દિવસમાં દીકરીની તબિયતમાં પણ સુધારો થયો હતો. તેમ જ તેના વજનમાં પણ વધારો થયો હતો.
જોકે ગત રાત્રિ દરમિયાન અચાનક દીકરીની હાલત વધારે લથડી હતી જોકે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સહિત આરોગ્ય વિભાગ અને સ્પેશિયાલિસ્ટો દ્વારા જરૂરિયાત તમામ સારવાર પૂરી પાડવાનો પ્રયત્ન કરાયો હોવા છતાં ઉપરા ઉપરી દીકરીને હાર્ટ પર અસર વધુ થઇ હતી જેને લઈને સારવાર દરમિયાન આજે સવારે ચાર કલાકને પચાસ મીનીટે બાળકીનું મોત થયું છે. જેને લઈને ગાંભોઈ પોલીસને સિવિલ ધ્વારા જાણ કરવામાં આવી હતી. જેને લઈને પીએસઆઈ સહીત સ્ટાફે સિવિલમાં આવી કાર્યવાહી હાથ ધરી હતી અને બાળકીનું પેનલથી પોસ્ટમોર્ટમ કર્યું હતું. સાબરકાંઠા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા સિવિલ હોસ્પિટલ પહોંચી તેના મૃતદેહને આરોપી માતાના પિતા લલ્લુભાઈને સુપરત કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે