દિવસમા 2 વાર આ મંદિર થઇ જાય છે ગાયબ, શિવપુત્ર કાર્તિકેયે કરી હતી સ્થાપના

ભરૂચ પાસે આવેલું અનોખા શિવ મંદિરની જે ગુજરાતમાં સ્થિત છે. આમ તો આપણે ત્યાં ભગવાન શિવના કેટલાય મંદિરો હશે પરંતુ ગુજરાતના વડોદરાથી 85 કિલોમીડટર દૂર સ્થિત જંબૂસર તહસીલના કાવી-કંબોઈ ગામનું આ મંદિર જુદી જ વિશેષતા ધરાવે છે. સ્કંદ પુરાણમાં સ્તંભેશ્વર શિવલિંગના દર્શન અને મહીસાગર સંગમ ખાતે સ્નાનનો મહિમા વર્ણવાયો છે. સમુદ્રદેવ દિવસમાં બે વાર અભિષેક કરવા સામેથી આવે છે. 
 

દિવસમા 2 વાર આ મંદિર થઇ જાય છે ગાયબ, શિવપુત્ર કાર્તિકેયે કરી હતી સ્થાપના

અમદાવાદઃ ભરૂચ પાસે આવેલું અનોખા શિવ મંદિરની જે ગુજરાતમાં સ્થિત છે. આમ તો આપણે ત્યાં ભગવાન શિવના કેટલાય મંદિરો હશે પરંતુ ગુજરાતના વડોદરાથી 85 કિલોમીડટર દૂર સ્થિત જંબૂસર તહસીલના કાવી-કંબોઈ ગામનું આ મંદિર જુદી જ વિશેષતા ધરાવે છે. સ્કંદ પુરાણમાં સ્તંભેશ્વર શિવલિંગના દર્શન અને મહીસાગર સંગમ ખાતે સ્નાનનો મહિમા વર્ણવાયો છે. સમુદ્રદેવ દિવસમાં બે વાર અભિષેક કરવા સામેથી આવે છે. 

ભારતીય સંસ્કૃતિમાં તેત્રીસ કરોડ દેવોમાં સૌથી વધુ આરાધના દેવોના દેવ મહાદેવની થાય છે અને શિવલિંગ ઉપર શ્રદ્ધા અને ભક્તિભાવથી જળાભિષેક કરો એટલે ભોળાનાથ પ્રસન્ન. આમ જો અમસ્તા જળાભિષેકથી મહાદેવ પ્રસન્ન થતા હોય તો એમના શિવલિંગ ઉપર આઠ નદી અને સમુદ્રદેવનો સંગમ જળાભિષેક કુદરતી રીતે અને દિવસના બે વાર કરતા હોય તો આવી પવિત્ર જગ્યાએ મહાદેવની કૃપા થતી હશે.

અલ્પેશ ઠાકોર માંડશે રાજ્ય સરકાર સામે મોરચો, એકતા યાત્રા માટે કર્યુ માઇક્રો પ્લાનિંગ

સ્તંભેશ્વર નામનું આ મંદિર દિવસમાં બે વખત સવારે અને સાંજે થોડી વાર માટે આંખો સામેથી ગાયબ થઈ જાય છે અને થોડી જ વારમાં એ જ જગ્યાએ પાછો આવી જાય છે. આવું ભરતી આવવાને લીધે થાય છે. તેના લીધે મંદિરના શિવલિંગના દર્શન ત્યારે જ થઈ શકે છે જ્યારે દરિયામાં ભરતી ઓછી હોય. ભરતી આવવાના સમયે શિવલિંગ સંપૂર્ણપણે જળમગ્ન થઈ જાય છે અને મંદિર સુધી કોઈ નથી પહોંચી શકતું. આ પ્રક્રિયા વર્ષોથી ચાલતી આવી છે. મંદિર અરબ સાગરની વચ્ચે કૈમ્બે તટ પર સ્થિત છે. આ તીર્થનો ઉલ્લેખ ‘શ્રી મહાશિવપુરાણ’માં રૂદ્ર સંહિતા ભાગ-2, અધ્યાય 11, પેજ ન. 358માં મળે છે.

આ મંદિરની શોધ અંદાજિત 150 વર્ષ પહેલા થઈ હતી. મંદિરમાં સ્થિત શિવલિંગનો આકાર 4 ફૂટ ઊંચો અને 2 ફૂટનો વ્યાસવાળો છે. આ પ્રાચીન મંદિરની પાછળ અરબ સાગરનો સુંદર દૃશ્ય જોવા મળે છે. અહીં આવનાર શ્રદ્ધાળુઓ માટે ખાસપણે કાગળ વેંચવામાં આવે છે, જેમાં ભરતી આવવાનો સમય લખેલો હોય છે. આવું એટલા માટે કરવામાં આવે છે જેથી અહીં આવનાર શ્રદ્ધાળુઓને પરેશાનીઓનો સામનો ન કરવો પડે.

લોકરક્ષક દળની પરીક્ષામાં સામે આવ્યો છબરડો, પ્રશ્નપત્ર નિકળ્યું કોરું

શું છે દંતકથા 
રાક્ષસ તાડકાસુરે પોતાની કઠોર સમસ્યાથી શિવને પ્રસન્ન કરી લીધું હતું. જ્યારે શિવ તેમની સામે પ્રકટ થયા તો તેને વરદાન માંગ્યો કે તેનો વધ માત્ર શિવજીના પુત્ર દ્વારા જ થઈ શકે અને તે પણ માત્ર 6 દિવસની ઉંમરનો જ હોવો જોઈએ. ભગવાન શિવે તેને વરદાન આપી દીધો. વરદાન મળતા જ તાડકાસુરે ત્રાસ મચાવવાનું શરૂ કરી દીધુ. દેવતાઓ અને ઋષિ-મુનિઓને આતંકિત કરી દીધા. છેલ્લે દેવતાઓ મહાદેવની શરણમાં પહોંચ્યાં. શિવ-શક્તિથી શ્વેત પર્વતના કુંડમાં ઉત્પન્ન થયેલા શિવ પુત્ર કાર્તિકેયના 6 મસ્તિષ્ક, 4 આંખ અને 12 હાથ હતા. કાર્તિકેયે માત્ર 6 દિવસની ઉંમરમાં જ તાડકાસુરનો વધ કરી દીધો હતો.

અમૂલના પ્લાન્ટમાંથી ચોરી કરી વેચ્યું સવા કરોડનું દૂધ, 8ની ધરપકડ

જ્યારે કાર્તિકેયને જાણ થઈ કે તાડકાસુર ભગવાન શંકરનો ભક્ત હતો, તો તે ખૂબ જ વ્યથિત થઈ ગયા. પછી ભગવાન વિષ્ણુએ કાર્તિકેયને કહ્યુ કે તે વધસ્થળ પર શિવાલય બનાવી દે. તેનાથી તેમનું મન શાંત રહેશે. ભગવાન કાર્તિકેયે આવું જ કર્યુ. પછી બધા દેવતાઓએ મળીને મહિસાગર સંગમ તીર્થ પર વઇશ્વનંદક સ્તંભની સ્થાપના કરી જેને આજે સ્તંભેશ્વર તીર્થના નામે ઓળખવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news