વાલીઓ સાચવજો! સ્કૂલમાં બાળકીને ધ્રુજારી ઉપડતા બેભાન થઈ ઢળી પડી, સ્કૂલના પાતળા સ્વેટરથી બાળકો વધુ ઠુઠવાયા

Coldwave In Gujarat : વડોદરાના કારેલીબાગ VIP રોડ પર આવેલી બ્રાઈટ સ્કૂલમાં ZEE 24 કલાકનું રિયાલિટી ચેક... સ્કૂલ થકી આપવામાં આવતું સ્વેટર જ પહેરવા સ્કૂલ કરે છે આગ્રહ... શાળાએ આપેલું સ્વેટર પાતળુ હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું... નાના ભૂલકાઓ ઠંડીમાં ઠુઠવાવા મજબૂર...
 

વાલીઓ સાચવજો! સ્કૂલમાં બાળકીને ધ્રુજારી ઉપડતા બેભાન થઈ ઢળી પડી, સ્કૂલના પાતળા સ્વેટરથી બાળકો વધુ ઠુઠવાયા

Coldwave In Gujarat : ગુજરાતભરમાં પડી રહેલી કાતિલ ઠંડીને પગલે લોકો ઠુંઠવાઈ રહ્યાં છે. ઠંડીનો પારો નીચે ઉતરી રહ્યો છે. આ સમયે નાના ભૂલકાઓ આટલી ઠંડીમાં પણ સ્કૂલે જવા મજબૂર છે. રાજકોટમાં પડી રહેલી કાતિલ ઠંડી વચ્ચે ચાલુ ક્લાસમાં ધોરણ 8ની છાત્રા બેભાન થઇ ગયા બાદ તેનું મોત નિપજ્યુ હતું. તબીબોએ હાર્ટ બેસી જતા મૃત્યુ થયાનો ખુલાસો કર્યો છે. હવે સવાલ એ છે કે આટલી નાની છોકરીનું હાર્ટ કેમ બેસી ગયું. છાત્રાના અચાનક મોતથી પિતાની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. 17 વર્ષની છાત્રાનું હાર્ટ શેના કારણે બેસી ગયું તે બાબતે રહસ્ય સર્જાયુ છે. રાજ્યભરમાં પડી રહેલી કાતિલ ઠંડી હાર્ટ બેસી જવા પાછળ જવાબદાર છે કે કેમ તે બાબતે શહેરભરમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. આ સાથે સવાલો ઉભા થયા છે કે સ્કૂલમાંથી સ્વેટર કેમ લેવાનું કારણ કે સ્કૂલો પોતાના યુનિફોર્મ, સ્વેટર અને બુકો એમના ત્યાંથી લેવાની ફરજ પાડે છે. આ યુનિફોર્મ અને સ્વેટરની ક્વોલિટી બાબતે વાલીઓની ફરિયાદો ધ્યાને લેવાતી નથી અને સ્કૂલમાંથી બહાર કાઢી મૂકવાની સીધી ધમકીઓ અપાતી હોવાના કિસ્સાઓ કંઇ નવા નથી પણ સ્કૂલમાં એક બાળકીના મોત બાદ હવે ફરી સવાલો ઉભા થવા લાગ્યા છે કે સરકાર આટલી ઠંડીમાં પણ કેમ સ્કૂલ મોડી કરતી નથી. 

વડોદરામાં ઝી 24 કલાક દ્વારા સ્કૂલમાં બાળકોના સ્વેટરને લઈને રિયાલિટી ચેક કર્યું. કારેલીબાગ VIP રોડ પર આવેલી બ્રાઇટ સ્કૂલમાં રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે, સ્કૂલ દ્વારા આગ્રહ રાખવામાં આવતું જ સ્વેટર પહેરવાનો વિદ્યાર્થીઓને આદેશ કરાયો છે. પંરતું સ્કૂલ તરફથી વિદ્યાર્થીઓને આપવામાં આવેલું સ્વેટર પાતળું હોવાનું રિયાલિટી ચેકમાં ખુલાસો થયો છે. વિધાર્થીઓએ કહ્યું, આ સ્વેટરમાં ઠંડી લાગે છે, બીજું સ્વેટર પહેરવાની સ્કૂલ તરફથી મનાઈ છે. આવામાં નાના ભૂલકાઓ ઠંડીમાં ઠુઠવાવા મજબૂર બન્યા છે. પરંતું સવાલ એ છે કે, સ્કૂલ સંચાલકો ડ્રેસ કોડના નામે આટલા નિર્દયી કેમ બન્યા છે. તો આ મુદ્દે વાલીઓએ કહ્યું, સ્કૂલ તરફથી કહેવામાં આવેલ સ્વેટરની ક્વોલિટી સારી હોતી નથી. સ્કૂલ તરફથી કહેવામાં આવેલ સ્વેટર પાતળું છે, બાળકોને ઘરેથી સ્વેટર પહેરવાની મંજુરી આપવી જોઈએ. સ્કૂલનો સમય મોડો કરવાનો પણ વાલીઓએ અપીલ કરી છે.  

આ પણ વાંચો : 

રાજકોટ શહેરના ઢેબર રોડ પર ગોપાલનગરમાં શેરી નંબર 4 માં રહેતી અને ગોંડલ રોડ પર એ.વી.જસાણી સ્કૂલમાં ધોરણ 8 માં અભ્યાસ કરતી રીયા કિરણકુમાર સાગર (ઉ.વ.17)એ સવારે 7.10 ની આસપાસ સ્કૂલવેનમાં બેસી પોતાની સ્કૂલે ગઈ હતી. ધોરણ 8 માં ક્લાસમાં પ્રવેશ્યા બાદ રિયાને ધ્રુજારી ઉપાડ્યા બાદ બેભાન થઈ ઢળી પડતાં સ્કૂલ સંચાલકો રીયાને બેશુદ્ધ હાલતમાં સ્કૂલવાનમાં બેસાડી તાકીદે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી જયાં ફરજ પરના તબીબે ઇસીજી રિપોર્ટ કર્યા બાદ રિયાને મૃત જાહેર કરી હતી.

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી કાતિલ ઠંડીએ પડાવ નાખ્યો છે. સોમવારે પ્રતિ કલાકે 4 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ઉત્તર-પૂર્વના ઠંડા પવનના કારણે વધુ દોઢ ડિગ્રી સુધી ઠંડી વધી હતી. આ સાથે પાંચેય શહેરોમાં ઠંડીનો પારો 9 ડિગ્રી કે તેથી નીચે રહ્યો હતો. 7 ડિગ્રી સાથે ડીસા ઉત્તર ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. બાળકીની માતાએ એ સમયે જાહેરમાં બળાપો કાઢ્યો હતો કે.  આવી દુ:ખદ ઘટના કોઈપણ સાથે ન થાય એટલા માટે મારું કહેવું છે સ્કૂલવાળાને કે, શિયાળામાં બની શકે તો સ્કૂલનો ટાઈમ તમે મોડો રાખો, સવારના વહેલો ના રાખો. છોકરાઓને આટલી કડકડતી ઠંડીમાં આવવું પડે, ઇવન તમે એને સ્વેટર પહેરવા માટે મજબૂર કરો કે એ સ્કૂલના જ સ્વેરટ પહેરીને આવે. 

આ પણ વાંચો : 

આજે મેં મારી ફૂલ જેવી દીકરીને ખોઈ નાખી છે. મારી દીકરીને કોઈ હૃદયની નહીં, કોઈપણ જાતનો એને રૂંવાડે પણ રોગ ન હતો. મારી દીકરી 10 જ મિનિટમાં જતી રહી મને છોડીને જતી રહી છે. આમ એક બાળકીના મોત બાદ ફરી સવાલો ઉઠ્યા છે કે સ્કૂલોની સ્વેટર મામલે મનમાની ચલાવવી જોઈએ કે નહીં?

આ ઘટના બાદ સવાલો એ છે કે, ખરેખર ઠંડીથી મોત થયું થે કે નહીં. હવે પીએમ રિપોર્ટ બાદ જ આ ઘટનાનો ખુલાસો થશે. હાલમાં તો તબીબો મૃત્યુનું કારણ જણાવી શક્યા ન હતા. કારણ જાણવા તબીબોએ વિશેરા લઇ તેને એફએસએલમાં મોકલી આપવા તજવીજ શરૂ કરી છે.  બીજી તરફ રિયાનું મોત ઠંડીથી થયાનો તેની માતાએ આક્ષેપ કર્યાના અહેવાલો વહેતા થયા હતા. એટલું જ નહીં શાળાનો સમય બદલાવી બીજા બાળકોની જિંદગી બચાવવાનું આહવાન કરતા મેસેજ પણ વાયરલ થયા હતા.  રાજકોટમાં પડી રહેલી કાતિલ ઠંડીને કારણે ગઇકાલે જ શિક્ષણાધિકારીએ શાળાનો સમય એક કલાક સુધી મોડો કરવા સ્કૂલ સંચાલકોને છૂટ આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news