બનાવટી વિઝા દ્વારા જવાનું હતું અમેરિકા, એજન્ટને ચુકવવાનાં હતા સવા કરોડ પરંતુ અચાનક...
Trending Photos
અમદાવાદ : SOG ક્રાઈમે એક દંપતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. દંપતી મહેસાણાથી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદથી યુ.એસ.એ જવાના હતા. જોકે દંપતી પાસે મળી આવેલી વિઝા નકલી હોવાનું સામે આવતા ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ SOG એ મહેસાણાના રહેવાસી એવા એક દંપતી રાજેશ પટેલ અને સોનલ પટેલની ધરપકડ કરી છે. આ બંને ગત 19 ડિસેમ્બરના રોજ અમદાવાદથી અમેરિકા જઇ રહ્યાં હતાં. જો કે એરપોર્ટ પર ઇમિગ્રશન દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે, આ વિઝા નકલી છે.
જેના પગલે બંનેને પકડી પોલીસને સોંપવામાં આવ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. તો જાણવા મળ્યું છે કે, એક એજન્ટ વિશ્વજીત પટેલ નામના વ્યક્તિએ આ નકલી વિઝા બનાવી આપ્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી વિશ્વજીત પટેલે આ દંપતી પાસેથી 10 લાખમાં નકલી વિઝાની વાત કરી હતી. એવી પણ વાત સામે આવી છે કે, આ દંપતી USA પહોંચી જાય ત્યાર બાદ 1.20 કરોડ દંપતી પાસેથી એજેન્ટને લેવાના હતા.
તે પહેલાં આ લોકો પકડાઈ ગયા છે. જોકે હાલ તો અમેરિકાની ટિકિટના રૂપિયા પણ વિશ્વજીત પટેલે કરી આપવાની વાત પણ સામે આવી રહી છે. નોંધનીય છે કે હાલ તો આ મામલે દંપતીની ધરપકડ કરવામાં આવી છે અને વિશ્વજીતને નજરકેદ કરવામાં આવ્યા છે. હાલ વિશ્વજીતની તપાસમાં સામે આવશે કે, આ સિવાય તેને અન્ય કેટલા લોકોને આવી રીતે વિદેશ મોકલ્યા છે. આ તપાસમાં અનેક લોકોનાં નામ સામે આવે તેવી શક્યતાઓ છે. કબુતરબાજીનું મોટુ કૌભાંડ સામે આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે