રાજકોટમાં રૂપાલા સામે 100 ક્ષત્રિયાણી ફોર્મ ભરે તો બેલેટ પેપરથી થશે ચૂંટણી, આ છે ચૂંટણીપંચનો નિયમ
Parsottam Rupala Controvery : રાજકોટ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા રૂપાલાનો સતત વિરોધ થઈ રહ્યો છે. રૂપાલાની સામે ક્ષત્રિય સમાજ મેદાનમાં આવી ગયો છે. આ વચ્ચે રૂપાલા સામે 100 ઉમેદવારો ઉતારવાની જાહેરાત પણ ક્ષત્રિયાણીઓ દ્વારા કરવામાં આવી છે.
Trending Photos
રાજકોટઃ રાજકોટથી લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ક્ષત્રિય સમાજની સતત નારાજગી જોવા મળી રહી છે. કેન્દ્રીય મંત્રીએ આ નિવેદન બાદ માફી પણ માંગી લીધી છે પરંતુ ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાત ભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે તેવી પણ ચર્ચા શરૂ થઈ છે કે રાજકોટ બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર બદલવામાં આવી શકે છે. તો બીજીતરફ પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ નવી-નવી રણનીતિ ઘડી રહ્યો છે.
રૂપાલા વિરુદ્ધ 100 ક્ષત્રિયાણીઓ નોંધાવશે ઉમેદવારી
રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન અંગે થઈ રહેલા ક્ષત્રિયોના વિરોધ મામલે મોટા સમાચાર બહાર આવી રહ્યાં છે. રાજકોટ લોકસભા ના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધનો નવો રસ્તો અપનાવવામાં આવી રહ્યો છે. રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલે આજે નવી જાહેરાત કરી હતી.
ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રાજકોટ લોકસભા સીટ પર રૂપાલાની સામે 100 ક્ષત્રિયાણીઓ ઉમેદવારી નોંધાવશે. એટલે કે રૂપાલાને ટક્કર આપવા માટે ક્ષત્રિય સમાજ દ્વારા નવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ વચ્ચે એક સવાલ તે થાય કે શું 100 ક્ષત્રિયાણીઓ રૂપાલા સામે ઉમેદવારી નોંધાવે તો ચૂંટણીમાં મતદાન ઈવીએમથી થશે કે બેલેટ પેપરથી? એક ઈવીએમમાં કેટલા ઉમેદવારો આવી શકે? કેટલા ઉમેદવારો હોય ત્યાં સુધી ઈવીએમથી ચૂંટણી યોજવામાં આવે છે. આવો આ તમામ સવાલના જવાબ જાણીએ..
ઈવીએમમાં વધુમાં વધુ કેટલા ઉમેદવાર હોઈ શકે?
આ પ્રશ્નનો જવાબ અમને ચૂંટણી પંચની વેબસાઇટ પરથી મળ્યો હતો. ચૂંટણી પંચની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે એક ઈવીએમમાં કુલ 16 ઉમેદવારો આવી શકે છે, જેમાં નોટા પણ સામેલ છે. દરેક બેલેટ યુનિટ NOTA સહિત 16 ઉમેદવારોને પૂરી કરી શકે છે. ઈવીએમનો સેટ બનાવવા માટે કુલ 24 બીયુને એક સીયુ સાથે જોડી શકાય છે. તેથી, જ્યારે જરૂરી હોય ત્યારે, EVMનો એક સેટ NOTA સહિત વધુમાં વધુ 384 ઉમેદવારો સુધી પહોંચી શકે છે.
એટલે કે જો રાજકોટની લોકસભા સીટ પર બેલેટ પેપરથી ચૂંટણી યોજવવી હોય તો તે માટે 384થી વધુ ઉમેદવારો હોવા જરૂરી છે. ચૂંટણી પંચ દ્વારા 384 ઉમેદવાર સુધી મતદાન ઈવીએમ દ્વારા જ કરાવવામાં આવે છે. એટલે કે જો રાજકોટમાં 100થી વધુ ક્ષત્રિયાણીઓ મેદાનમાં ઉતરે તો પણ ચૂંટણી ઈવીએમથી જ યોજાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે