આણંદ કલેકટર હનીટ્રેપ કાંડમાં વધુ એક ઘટસ્ફોટ! LCB ને ચાર અશ્લીલ કલીપોવાળુ પેનડ્રાઈવ સહિત આ વસ્તુઓ મળી

Anand News: સાગરીતોએ કલેકટરને પેનડ્રાઈવમાં આપેલી વધુ ચાર અશ્લીલ કલીપોવાળુ પેનડ્રાઈવ કબ્જે કર્યું છે. તેમજ એક કાર સહીત કરન્સી કાઉન્ટીંગ મશીન તેમજ થંભ ઈમ્પ્રેશન મશીન પણ કબ્જે કર્યું છે. તેમજ આ સ્પાઈ કેમરાની વિડીયો કલીપ મે માસમાં બનાવી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.

આણંદ કલેકટર હનીટ્રેપ કાંડમાં વધુ એક ઘટસ્ફોટ! LCB ને ચાર અશ્લીલ કલીપોવાળુ પેનડ્રાઈવ સહિત આ વસ્તુઓ મળી

બુરહાન પઠાણ/આણંદ: આણંદનાં કલેકટરને હનીટ્રેપમાં ફસાવીને ફાઈલો કલીયર કરાવવાનાં ષડયંત્રમાં આણંદનાં એસપીએ આજે વધુ એક ઘટસ્ફોટ કરી તત્કાલીન નિવાસી અધિક કલેકટર અને તેઓનાં સાગરીતોએ કલેકટરને પેનડ્રાઈવમાં આપેલી વધુ ચાર અશ્લીલ કલીપોવાળુ પેનડ્રાઈવ કબ્જે કર્યું છે. તેમજ એક કાર સહીત કરન્સી કાઉન્ટીંગ મશીન તેમજ થંભ ઈમ્પ્રેશન મશીન પણ કબ્જે કર્યું છે. તેમજ આ સ્પાઈ કેમરાની વિડીયો કલીપ મે માસમાં બનાવી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.

આણંદનાં કલેકટરની ચેમ્બર્સમાં સ્પાય કેમેરા ગોઠવી એક યુવતીને કલેકટરની ચેમ્બર્સમાં મોકલી યુવતી સાથેની અશ્લીલ વિડીયો બનાવી કલેકટરને વિવાદી જમીનોની ફાઈલો કલીયર કરાવવા માટે બ્લેકમેલીંગ કરી તેમજ વિડીયો વાયરલ કરવાની ઘટનામાં એટીએસ પોલીસે સમગ્ર કાંડનો પર્દાફાસ કરી તત્કાલીન નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ, તત્કાલીન નાયબ મામલતદર જયેસ પટેલ તેમજ વકીલ હરીસ ચાવડાની વિરૂદ્ધ ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી. જે બનાવમાં પોલીસે બે દિવસનાં રીમાન્ડ મેળવી રિમાન્ડ દરમિયાન પુરાવાઓ અને મહત્વની વિગતો મેળવી હતી.

આણંદનાં પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર મિણાએ આજે પત્રકાર પરિષદ યોજી તપાસ દરમિયાન મળેલી મહત્વની વિગતો આપી હતી. જેમાં પોલીસે કેતકીબેન વાસુદેવભાઇ વ્યાસ જયેશભાઇ દેસાઇભાઇ પટેલ નાયબ મામલતદાર, હરીશભાઇ હરમાનભાઇ ચાવડા વકીલની ધરપકડ કરી રીમાન્ડ મેળવ્યા હતા અને રીમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવતા નામદાર કોર્ટએ આરોપીઓને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

તપાસ દરમ્યાન આરોપીઓને સાથે રાખી કલેકટરની ચેમ્બરમાં જે જગ્યાઓએ સ્પાય કેમેરા લગાડવામાં આવેલ તે અંગેના તેમજ કચેરીના જે કોમ્પયુટરનો ઉપયોગ કરી વિડીયો જોવામાં ઉપયોગ કરવામાં આવેલ તે તમામ વિગતોના રીકન્સટ્રકશન પંચનામા કરી સી.પી.યુ.-૦૨ તથા લેપટોપ-૦૧ કબ્જે કરવામાં આવેલ છે. આરોપીઓ દ્દારા સ્પાય કેમેરા તથા પેનડ્રાઇવ ઝાયડસ હોસ્પીટલની સામે આવેલ નિશા ગેરેજમાં સળગાવવામાં આવેલ હતા તે જગ્યાએથી એફ.એસ.એલ.ની હાજરીમાં અવશેષો શોધી કાઢવામાં આવેલ છે. આરોપીઓએ ગુનામાં ઉપયોગમાં લીધેલ બે હાર્ડ ડીસ્ક ગેરેજમાં તોડી સંદેસર નહેરમાં નાખી દીધેલ હતી. જે ફાયર બિગ્રેડની મદદથી સંદેસર નહેરમાંથી તુટેલી હાલતમાં કબ્જે કરી હતી.

કેતકી વ્યાસ અને જયેશ પટેલએજે મહીલાને કલેકટર પાસે ફાઇલ કલીયર કરવા માટે પ્લાન્ટ કરવામાં આવેલ હતી તેના ફોનમાંથી જરૂરી ચેટ અને ઇમેજીસની વિગતો કબ્જે લેવામાં આવી છે,તેમજ આરોપી દ્દારા પેનડ્રાઇવ તેમજ પત્ર વાળા કવરો બનાવી ન્યુઝ ચેનલોને ટપાલથી મોકલેલ હતા. તે મુખ્ય ટપાલ કચેરી, નડીયાદની ઓફીસથી પોસ્ટ થયેલાનુ તપાસમાં ખુલવા પામેલ છે. તમામ પંચનામા સરકારી પંચોની હાજરીમાં કરવામાં આવેલ છે. તમામ કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ એફ.એસ.એલ. તપાસ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરેલ છે.

આરોપી જયેશ પટેલે ઓબ્જર્વલ ડિજીટલ ટેકનોલોજી, અમદાવાદ ખાતેની દુકાનમાંથી એક સ્પાય કેમેરાની ખરીદી કરેલ. તેમજ બીજા બે સ્પાય કેમેરા એમેઝોન મારફતે ઓનલાઇન મંગાવેલ. તે પૈકી એક પેમેન્ટ ડિજીટલ માધ્યમથી થયેલ છે. તે અંગેના જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવેલ છે. અગાઉ જે હાર્ડ ડીસ્ક તોડી નાખી હતી તેના બદલે નવી હાર્ડ ડીસ્ક ખરીદી બદલવામાં આવેલ તેને લગતા પુરાવાઓ તેમજ ઉપયોગમાં લીધેલ માણસોની માહિતી મેળવી નિવેદનો લેવામાં આવેલ છે.

આરોપી જયેશ પટેલે સહ આરોપી હરીશ ચાવડાને રાખવા માટે આપેલ બે લેપટોપ, ફિંગર પ્રિન્ટ લેવા માટેનુ મશીન તથા પૈસા ગણવાનુ મશીન હરીશ ચાવડાની ગાડીમાંથી મળી આવતા તે મુદ્દામાલ પણ કબ્જે લેવામાં આવેલ છે. તેમજ તત્કાલીન કલેકટર ડી.એસ.ગઢવી નાઓને સમન્સ કરી તપાસના કામે બોલાવી તેઓનાં નિવેદન નોંધવામાં આવેલ છે. તેમજ તેમના દ્દારા આરોપીઓએ ધમકી આપી જે પેનડ્રાઇવ આપેલ હતી તે તપાસના કામે રજુ કરતા પોલીસ દ્વારા તે પણ કબ્જે કરવામાં આવેલ છે,આ પેનડ્રાઈવમાંથી વાયરલ કરેલી મહિલા સાથેની વિડીયો કલીપ ઉપરાંત હનીટ્રેપ માટે મોકલવામાં આવેલી મહિલા સાથેની પણ વાંધાજનક ચાર વિડીયો કલીપો કબ્જે કરવામાં આવી છે.

આ ગુનામાં પુરાવાનો નાશ કરેલો હોઇ, અશ્લીલ વિડીયોને પ્રદર્શિત કરવા વહેંચેલ હોય તેમજ કોઇ સ્ત્રીને પૈસાની લાલચ આપી શરીર સબંધો બાંધવા મોકલેલ હોઇ આઈપીસી કલમ- ૨૯૨, ૨૦૧ તથા ધી ઇમોરલ ટ્રાફિક (પ્રીવેન્શન)એક્ટ-૧૯૫૬ ની કલમ-૫ મુજબની કલમોનો વધારો કરવા નામદાર કોર્ટમાં રીપોર્ટ કરતા કોર્ટે ગ્રાહ્ય રાખેલ છે. 

તેમજ આ સમગ્ર કેસમાં તત્કાલીન નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસનાં પી.એ ગૌતમ ચૌધરીને આ કેસમાં સાક્ષી બનાવી તેઓનાં કોર્ટ સમક્ષ નિવેદન લેવામાં આવેલ છે, તેમજ સરકારી કોમ્યુટરોની હાર્ડડીસ્કની તોડફોડ કરવામાં આવેલી હોઈ સરકારી માલ મિલ્કતને નુકશાન કર્યા અંગેની કલમો ઉમેરવા માટે પણ વધુ તપાસ ચાલું હોવાનું પોલીસ અધિક્ષકએ જણાવ્યું હતું.તેમજ જે મહિલાનો હનીટ્રેપ માટે ઉપયોગ કરવામાં આવ્યો હોય તે મહિલાનાં પણ નિવેદનો નોંધી તે મહિલાને પણ આ કેસમાં સાક્ષી બનાવવામાં આવશે.

પોલીસે આ સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં બે સીપીયું, ત્રણ લેપટોપ, એક પેનડ્રાઈવ, પૈસા ગણવાનું મશીન, ફીંગર પ્રીન્ટ મશીન, કાર, તેમજ સળગાવેલી હાર્ડ ડીસ્ક, સ્પાય કેમેરાનાં અવશેષો, સળગાવેલા નકસાઓ દસ્તાવેજોનાં અવશેષો, કબ્જે કરી તેને એફએસએલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news