2022 સુધી દેશમાં દોડવા લાગશે બુલેટ ટ્રેન, સૌથી પહેલાં આ બે સ્ટેશન વચ્ચે દોડશે

સૌથી મોટો સવાલ એ છે કે જાપાનની ટેક્નિક ભારતમાં કેવી રીતે કામ કરશે. આ તે આધારે ભારતમાં કામ કરવામાં સફળ થશે.

2022 સુધી દેશમાં દોડવા લાગશે બુલેટ ટ્રેન, સૌથી પહેલાં આ બે સ્ટેશન વચ્ચે દોડશે

નવી દિલ્હી: મોદી સરકારની સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ બુલેટ ટ્રેન પર બધાની નજર મંડાયેલી છે. વિપક્ષી દળ જ્યાં તેમની ઉપયોગિતા પર સવાલ ઉઠાવી રહ્યા છે, તો બીજી તરફ સરકારે નક્કી સીમામાં પુરો કરવા માટે પુરતા પ્રયત્નોમાં લાગી ગઇ છે. દેશની પહેલી બુલેટ ટ્રેન મુંબઇથી ગુજરાતના સુરત વચ્ચે દોડશે. હવે કહેવામાં આવી રહ્યું છે કે પ્રથમ તબક્કામાં 2022 સુધી બુલેટ ટ્રેન દોડવા લાગશે. એવું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે કે પહેલીવાર બુલેટ ટ્રેન ગુજરાતના સુરતથી બિલિમોરા વચ્ચે દોડશે. મુંબઇથી સુરત વચ્ચે 508 કિમીનો આ પ્રોજેક્ટ 2023 સુધી પુરો થવાની સંભાવના છે. 

ઇન્ડીયન એક્સપ્રેસના અનુસાર કેંદ્ર સરકાર ઇચ્છે છે કે આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 15 ઓગસ્ટ 2022 સુધી પુરો થઇ જાય. તે સમયે દેશની આઝાદીના 75 વર્ષ પુરા થઇ રહ્યા છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર સુરતથી બિલિમોરા વચ્ચે સેક્શનને એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કારણ કે તેમની વચ્ચે બિલકુલ સીધું અલાઇમેંટ છે. એટલા માટે તેના નિર્માણને નક્કી સમય મર્યાદામાં પુરૂ કરવામાં આવશે. ત્યારબાદ બીજા ભાગમાં કામ થશે. 

સૌથી મોટો સવાલ એ છે કે જાપાનની ટેક્નિક ભારતમાં કેવી રીતે કામ કરશે. આ તે આધારે ભારતમાં કામ કરવામાં સફળ થશે. આગામી ફેબ્રુઆરીમાં ભારતમાં જે લોકો આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. તેમને જાપાનના વિશેષજ્ઞ ટ્રેનિંગ આપશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ વડોદરામાં હાઇસ્પીડ ટ્રેનિંગ ઇંસ્ટીટ્યૂટ બનવા જઇ રહી છે. આ ઇંસ્ટીટ્યૂટ એટલી મહત્વપૂર્ણ છે, તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે તેનો અંદાજિત ખર્ચ 600 કરોડ છે.

એગ્રીમેંટ અનુસાર જાપાની વિશેષજ્ઞ અહીં ભારતીય એંજીનિયરો અને બીજા લોકોને બુલેટ ટ્રેનની ટેકનોલોજી સંબંધિત ટ્રેનિંગ આપશે. 2023 સુધી દેશમાં બુલેટ ટ્રેન દોડાવવા માટે 3500 ટ્રેઇન લોકોની જરૂર પડશે. તેના માટ આ ઇંસ્ટીટ્યૂટ બનાવવામાં આવી રહી છે. હવે લગભગ 1500 ભારતીય અધિકારીઓને જાપાન તરફથી શોર્ટ ટર્મ ટ્રેનિંગ આપવામાં આવી છે. ઓક્ટોબરમાં લાંબા સમયગાળાનું ટ્રેનિંગ સેશન શરૂ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news