રાજકોટમાં ITનું મેગા ઓપરેશન, જાણીતા બિલ્ડર RK ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા
રાજકોટમાં જાણીતા બિલ્ડર RK ગ્રુપ પર આવકવેરા વિભાગે તવાઈ બોલાવી છે. શહેરમાં બે ડઝનથી વધુ સ્થળો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે.
Trending Photos
ગૌરવ દવે, રાજકોટઃ રાજકોટ શહેરમાં ઘણા લાંબા સમય બાદ આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન શરૂ થયું છે. રાજકોટમાં જાણીતા બિલ્ડર RK ગ્રુપ પર આવકવેરા વિભાગે તવાઈ બોલાવી છે. શહેરમાં બે ડઝનથી વધુ સ્થળો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. સોનવાણીના સિલ્વર હાઈટ્સના ફ્લેટ પર દરોડા પાડવામાં આવ્યા છે. સિલ્વર હાઇટ્સમાં રહેતા અન્ય ચાર ભાગીદારોને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
રાજકોટમાં આવકવેરા વિભાગના દરોડા
રાજકોટમાં આજે જાણીતા બિલ્ડર આરકે ગ્રુપ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. આરકે ગ્રુપની નાનામવા ખાતે આવેલી મુખ્ય ઓફિસ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. તો આરકે ગ્રુપના ભાગીદારોને ત્યાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. રાજકોટમાં આવેલ જાગનાથ માર્બલવાળા પ્રફુલ ગંગદેવ પણ આવકવેરા વિભાગની ઝપેટમાં આવી ગયા છે. જાણીતા ઉદ્યોગપતિ હરીસિંહ સુચરીયાને ત્યાં પણ આવકવેરા વિભાગ ત્રાટક્યું છે.
આરકે ગ્રુપના બે મુખ્ય કોન્ટ્રાક્ટરને ત્યાં પણ સર્ચ ચાલુ કરવામાં આવ્યું છે. આશિષ ટાંક અને રમેશ પંચાલને ત્યાં પણ આવકવેરા વિભાગની કાર્યવાહી થઈ રહી છે. રાજકોટ શહેરના રિંગરોડ પર ચાલતા આઠ પ્રોજેક્ટને કારણે આ તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરમાં લાંબા સમય બાદ આવકવેરા વિભાગના દરોડા પડતા બિલ્ડર લોબીની ચિંતામાં વધારો થયો છે. આવકવેરા વિભાગની તપાસ બાદ મોટી સંખ્યામાં બેનામી નાણા મળવાની પણ શક્યતા સેવાય રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે