જાપાનીઝ યુગલ લગ્ન કરવા ગુજરાત આવ્યું, બળદ ગાડામાં નીકળી જાન

ભારતની આપણી ભવ્ય સંસ્કૃતિ અને આધ્યત્મિક પરંપરાને ભૂલીને આપણી યુવાપેઢી આજે પાશ્ચાત્ય દેશોનુ આંધળુ અનુકરણ કરતી જોવા મળી રહી છે. બીજી તરફ જે દેશને અન્ય દેશો વિકાસનો પર્યાય ગણે છે, તે જાપાન દેશની યુવાપેઢી આપણા આધ્યત્મિક જગત અને રીતિરિવાજ પ્રત્યે કેટલું સન્માન ધરાવે છે તેનો એક પુરાવો સામે આવ્યો છે. જાપાનના એક યુગલે પોરબંદર ખાતે આવેલ "આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમ"મા વૈદિક પરંપરાથી પોતાના લગ્ન કર્યા હતા તેઓએ ભારતીય પરંપરા મુજબ સાત ફેરા ફરી પ્રભુતામાં પગલાં માડ્યા હતા.
જાપાનીઝ યુગલ લગ્ન કરવા ગુજરાત આવ્યું, બળદ ગાડામાં નીકળી જાન

અજય શીલુ/પોરબંદર :ભારતની આપણી ભવ્ય સંસ્કૃતિ અને આધ્યત્મિક પરંપરાને ભૂલીને આપણી યુવાપેઢી આજે પાશ્ચાત્ય દેશોનુ આંધળુ અનુકરણ કરતી જોવા મળી રહી છે. બીજી તરફ જે દેશને અન્ય દેશો વિકાસનો પર્યાય ગણે છે, તે જાપાન દેશની યુવાપેઢી આપણા આધ્યત્મિક જગત અને રીતિરિવાજ પ્રત્યે કેટલું સન્માન ધરાવે છે તેનો એક પુરાવો સામે આવ્યો છે. જાપાનના એક યુગલે પોરબંદર ખાતે આવેલ "આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમ"મા વૈદિક પરંપરાથી પોતાના લગ્ન કર્યા હતા તેઓએ ભારતીય પરંપરા મુજબ સાત ફેરા ફરી પ્રભુતામાં પગલાં માડ્યા હતા.

આજના આધુનિક યુગમાં ભારત દેશના યુગલો પણ આપણી વૈદિક પરંપરાને ભૂલીને કોર્ટ મેરેજ કરવાનું પસંદ કરે છે. ભારતીય પરંપરા મુજબના લગ્નોમાં પણ કેટલાક વિદેશી રીતરિવાજો અપનાવવામાં આવે છે, ત્યારે પોરબંદરમાં કુછડી ગામ નજીક આવેલ "આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમ" ખાતે આજે એક જાપાની યુગલે ભારતીય વૈદિક સંસ્કૃતિ મુજબ લગ્ન કરી પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રના સ્વામિની નિગ્માનંદા સરસ્વતી અને સ્વામીની નીતકલ્યાણનંદા દ્વારા ભગવદગીતા અને વૈદિક સ્ત્રોત અને વૈદિક સંસ્કારોનું અધ્યયન લોકોને કરાવી રહ્યા છે. તેઓના જાપાનીઝ ગુરુભાઈ સ્વામી ચેતનાનંદ સરસ્વતી જાપાનમાં રહેતા યુવાનો સહિત અનેક લોકોને ભારતીય વૈદિક જ્ઞાનનું ઓનલાઇન શિક્ષણ આપી રહ્યા છે. ચિઓરા નામની જાપાનીઝ યુવતી જાપાનમાં ભાગવત ગીતાનુ જ્ઞાન લઈ રહી હતી અને ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત હોવાથી તેઓએ ભારતીય પરંપરા મુજબની વૈદિક વિધિથી લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી હતી અને તેના મિત્ર કઝુયને આ બાબતે સમજાવતા તે પણ આ લગ્ન કરવા માટે રાજી થઈ ગયો હતો. આ બંન્ને જાપાની યુવક યુવતીએ જે રીતે ભારતીય પરંપરા મુજબ લગ્ન કર્યા છે તેનાથી આપણા ભારતીય યુવાપેઢીએ પણ સમજવું જોઈએ કે આપણી પરંપરા કેટલી મહાન છે.

વિશ્વનું સૌથી મોટુ બીજા નંબરનુ અર્થતંત્ર ધરાવત જાપાન દેશ ચાર મોટા અને અનેક નાના દ્વીપોનો એક સમૂહ છે. આજે જાપાનમાં દરેક વ્યક્તિ પાસે રંગીન ટેલીવિઝન છે તો લગભગ 83 % લોકો પાસે કાર છે અને 80 % ઘરોમાં એરકન્ડીશન લાગેલા છે. ટૂંકમા આ દેશ તમામ સુખ સુવિધા અને અત્યારની આધુનિક ટેકનોલોજી બાબતમાં અવલ્લ છે. આમ છતાં જે શાંતિ જે સમૃદ્ધિ આપણી ભારતીય વૈદ અને આધ્યાત્મિકતામા છે, તેનો અભાવ જાપાનમાં જોવા મળે છે. તેના જ કારણે અહીની યુવાપેઢી ભારતીય પરંપરા અને ધર્મ તરફ વળી રહ્યા છે અને આપણી પરંપરાને અપનાવી રહ્યા છે. પોરબંદર ખાતે યોજાયેલ આ લગ્નમાં આપણે ત્યાં જે રીતે વિધિ વિધાનથી લગ્ન થાય છે તે રીતે જાન જોડવામાં આવી હતી. જેમા લગ્ન ગીતથી લઈને તમામ પરંપરાઓ જાળવવામાં આવી હતી.

ઢોલ નગારા સાથે ગાડામાં જાન આવી હતી. જેમાં જાપાનીઝ યુવતીઓ અને સ્થાનિક લોકો ગાડામાં બેસીને લગ્ન મંડપ સ્થળે પહોંચ્યા હતા. આ ભારતીય પરંપરા મુજબ લગ્ન કરવા અંગે આ બંન્ને વર કન્યાએ એવું જણાવ્યું હતુ કે, આ વિધિ વિધાન ખુબ જ મહાન છે. જાણે કે કોઈ તહેવાર હોય તેમ બધા લોકોને સાથે જોડે છે. તો આ વિવાહમાં યુવતીના સાચા માતા પિતા જાપાન હોવાથી અહીના સ્થાનિક દપંતીએ આ યુવતીનુ કન્યાદાન કર્યું હતું, જેઓએ કન્યાદાન કરવાનુ તેમને સદભાગ્ય મળતા ખુશી વ્યકત કરી હતી. તો સાથે જ આ અનોખા લગ્ન કરાવનાર શાસ્ત્રીજી હોય કે પછી કન્યાની જાપાની મહિલા મિત્રો અને આ લગ્નને નિહાળનાર સ્થાનિકો તમામ લોકોએ આ વૈદિક વિવાહને બિરદાવ્યા હતા.

આપણા ઋષિમુનીઓ, આપણા પંડિતો, જે આધ્યતમનો ખજાનો આપણા માટે છોડીને ગયા છે, તેને આજે આપણે સાચવી શક્યા છે. જો સાચુ કહીએ તો નહિ આજે વિશ્વ આપણા આધ્યમત્ક જગત તરફ વળી રહ્યુ છે અને આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ દોટ મૂકી છે. ત્યારે જે રીતે આટલા દૂરથી આ યુગલ જે રીતે આપણી વૈદિક ભારતીય પરંપરા મુજબ લગ્ન કરી રહ્યું છે, તે વાત જ આપણી આધ્યત્મક શક્તિની મહાનતાનો પરિચય આપે છે. ત્યારે આપણી યુવા પેઢી પણ આપણી આ પરંપરાને ઓળખે અને ભારતીય વૈદિક વિધીવિધાનથી જ લગ્ન કરીને આ પરંપરા જાળવે તે જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news