શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ માદરે વતનમાં ઢોલના તાલે તલવારબાજી કરી, વીડિયો વાયરલ
રાજ્યના કેબિનેટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીનું તેમના માદરે વતન નાના સુરકા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
- જીતુ વાઘાણીનું પોતાના વતન નાના સુરકામાં થયું સન્માન
શોભાયાત્રા દરમ્યાન કરી તલવારબાજી
શિક્ષણમંત્રીનો વિડીયો થયો વાયરલ
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: રાજ્યના કેબિનેટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીનું તેમના માદરે વતન નાના સુરકા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રી બન્યા બાદ દિવાળીના તહેવારોમાં વતનમાં પહોચેલા જીતુભાઈ વાઘાણીનું ગ્રામજનોએ જાજરમાન સ્વાગત કર્યું હતું. તેમજ શણગારેલા બળદગાડામાં તેમને ગામમાં ફેરવી ભવ્ય આવકાર આપ્યો હતો. અહીંનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી તલવારબાજી કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. રવિવારે જીતુભાઇ વાઘાણીએ તલવાર લઈ આવતા જીતુભાઈએ બંને હાથમાં સમશેર સમળી કરતબ દેખાડ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
મંત્રી બન્યા બાદ દિવાળીના તહેવારોમાં વતનમાં પધારેલા કેબીનેટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને તેમના પરિવારનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. મંત્રી તેમના વતન નાના સુરકા ખાતે પહોચતા ગ્રામજનોએ પોતાના પનોતા પુત્રને ઉમળકાભેર આવકાર્યા હતા. જયારે મંત્રીએ પણ વડીલોના આશીર્વાદ લીધા હતા તેમજ બાળસખાઓ ને ભેટી પડ્યા હતા. જયારે બાળાઓ દ્વારા કુમકુમ તિલક સાથે મીઠો આવકાર આપ્યો હતો.
પ્રથમ મંત્રીએ મંદિરમાં જઈ મહંતના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ વડીલોએ પાઘડી પહેરી શણગારેલા બળદગાડામાં ગામમાં ફેરવી ભવ્ય આવકાર આપ્યો હતો. જેમાં તેમની સાથે તેમના મોટાભાઈ ગીરીશભાઈ-ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી તેમજ સંતો-મહંતો જોડાયા હતા. જયારે ગામના પનોતા પુત્રને આવકારવા ગ્રામજનો દ્વારા એક સત્કાર સમારંભ પણ યોજાયો હતો. જેમાં ઉદ્યોગપતિઓ, જીલ્લાના વરિષ્ઠ અધિકારીઓ તેમજ ગ્રામજનો જોડાયા હતા અને ફૂલહાર-પુષ્પગુચ્છ, મોમેન્ટો, શાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું. જયારે મંત્રીએ પણ વતનને પોતાની માં સમાન અને પરિવાર સમાન ગણાવ્યું હતું અને આ સન્માન તેમના ગામનું છે-પરિવારનું છે તેમ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે