Junagadh: કોરોનાકાળમાં ધો.૧૦-૧૨ની પરીક્ષા માટે જિલ્લા તંત્રનું ફુલપુ્ફ આયોજન
તા.૧૫ જુલાઇથી સમગ્ર રાજ્ય (Gujarat) ની સાથે જૂનાગઢ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ ના કુલ ૨૨૫૨૦ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા (Exam) લેવાશે.
Trending Photos
જૂનાગઢ: તા.૧૫ જુલાઇથી સમગ્ર રાજ્ય (Gujarat) ની સાથે જૂનાગઢ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ ના કુલ ૨૨૫૨૦ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા (Exam) લેવાશે. જેમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૮૧૬, ધો.૧૨ સામાન્ય પ્રવાહ ૭૦૯૮, ધો.૧૦ કેશોદ ઝોનમાં ૭૯૩૨ અને જૂનાગઢ ઝોનમાં ૬૬૭૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ધો.૧૨ની પરીક્ષા જૂનાગઢ (Junagadh) જિલ્લા મથકે જ લેવાશે. જ્યારે ધો.૧૦ની પરીક્ષા જૂનાગઢ (Junagadh) ઉપરાંત તાલુકા મથક સહિત ૧૭ કેન્દ્રો પર લેવાશે. વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે પહોંચવા મુશ્કેલી નીવારવા એસ.ટી.વિભાગને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. ઉપરાંત દરેક સેન્ટર પર વિદ્યાર્થીનું થર્મલ ગનથી ચેકીંગ થશે. માસ્ક ફરજીયાત રહેશે. બ્લોકને સેનીટાઇઝ કરાશે. તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓના ટોળા ભેગા ના થાય તેની તકેદારી લેવાશે.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) એ પરીક્ષા સંદર્ભે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માર્ગદર્શન આપવા સાથે કહ્યું કે, મહામારીના અસામાન્ય સંજોગોમાં પરીક્ષા લેવાઇ રહી છે તેમા આપણે સૌએ આરોગ્યની ગાઇડલાઇનનું પાલન કરવાનું છે. પરીક્ષામાં ચોરી ના થાય તેમજ સંવેદનશીલ સેન્ટરો પર વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓને ફરજ સોંપવા તેમણે જણાવ્યું હતું.
જૂનાગઢ કલેક્ટર (Junagadh Collecter) કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યસ્થાને અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીની ની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં ગાંધીનગર (Gandhinagar) થી પેપર નિકળે અને સેન્ટર પર વિદ્યાર્થીના હાથમાં પેપર પહોંચે ત્યાં સુધીની ફુલ પ્રુફ વ્યવસ્થા રાખવા સાથે પરીક્ષાના તમામ બિલ્ડીંગો, સી.સી.ટી.વી કેમેરાથી સજ્જ છે. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયએ પરીક્ષા સંબંધી વિગતો આપી હતી. બેઠકમાં એસ.ટી., પીજીવીસીએલ, આરોગ્ય સહિત સંબંધીત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે