February 2025: ફેબ્રુઆરી મહિનો 3 રાશિઓ માટે અત્યંત શુભ, ગજકેસરી રાજયોગ ચમકાવશે ભાગ્ય, આર્થિક પ્રગતિ થશે
February 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફેબ્રુઆરી 2025ની શરુઆત 3 રાશિઓ માટે લાભકારી છે. આ મહિનાની શરુઆતમાં ગજકેસરી રાજયોગનું નિર્માણ થશે. આ રાજયોગ રાશિચક્રની 3 રાશિઓને માલામાલ કરી શકે છે.
Trending Photos
February 2025: જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ગ્રહને વિષય સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુના પ્રભાવથી જ વ્યક્તિના જીવનમાં વિવાહના યોગનું નિર્માણ થાય છે. જો કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય તો વ્યક્તિના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને વૈવાહિક જીવન પણ સુખમય રહે છે. ગુરુ ગ્રહ જીવનમાં સંતાન, ધન, શિક્ષા, કરિયર અને ધર્મનો કારક ગ્રહ છે. ગુરુ ગ્રહ ધન અને મીન રાશિનો સ્વામી ગ્રહ છે.
ગુરુ ગ્રહ જ્યારે પોતાની રાશિમાં હોય અથવા તો અન્ય ગ્રહ સાથે યુતિ કરે છે ત્યારે તેની અસર 12 રાશિના લોકો પર જોવા મળે છે. હાલ ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં બિરાજમાન છે. 6 ફેબ્રુઆરી 2025 ના રોજ વહેલી સવારે 2.15 મિનિટે વૃષભ રાશિમાં ચંદ્ર ગોચર કરશે. જ્યારે એક રાશિમાં ગુરુ અને ચંદ્ર સાથે હોય છે ત્યારે ગજકેસરી રાજયોગનું નિર્માણ થાય છે. આ રાજયોગ કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ કરાવશે.
ગજકેસરી રાજયોગ 3 રાશિઓ માટે અત્યંત શુભ
કર્ક રાશિ
ગજકેસરી રાજયોગ કર્ક રાશિ માટે શુભ રહેવાનો છે. આ રાશિના લોકોના જીવનમાં સહકારાત્મક ફેરફાર આવશે. ફેબ્રુઆરીથી કાર્યક્ષેત્રમાં સુખદ પરિણામ જોવા મળશે. કાર્ય સંબંધિત યાત્રા થઈ શકે છે જે લાભકારી હશે. જ્યોતિષ ગણના અનુસાર આ યોગ કારકિર્દીમાં સફળતા અપાવશે. આર્થિક ક્ષેત્રે પ્રગતિ થશે.
સિંહ રાશિ
જ્યોતિષ ગણના અનુસાર સિંહ રાશિના લોકોને ગજકેસરી યોગ લાભ કરાવશે. ધન-ધાન્યમાં વૃદ્ધિ થવાની સંભાવના. નોકરીમાં પ્રગતિ થવાના યોગ. સંપત્તિ સંબંધિત સમસ્યા દૂર થશે. જીવનમાં ખાસ વ્યક્તિ આવી શકે છે. વૈવાહિક જીવન સુખમય રહેશે. ભાગ્ય સાથ આપશે. માતા-પિતાના આશીર્વાદથી અટકેલું કામ પૂરું થશે.
તુલા રાશિ
ગજકેસરી યોગના પ્રભાવથી બધી જ સમસ્યાઓનો અંત આવશે. દરેક કાર્ય નિર્વિધ્ન સફળતાપૂર્વક સંપન્ન થશે. કોર્ટ સંબંધિત વાદવિવાદમાં જીત મળશે. સમાજમાં માન-સન્માન વધતું દેખાય છે. નવા કામની શરૂઆત માટે ફેબ્રુઆરી સારો સમય. ભૌતિક સુખ સુવિધામાં વધારો થશે. દાંપત્યજીવન સુધરશે. નોકરી અને બિઝનેસમાં લાભની તકો ઊભી થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે