જૂનાગઢના કોટેચા પરિવારના પુરુષોએ ઘરની મહિલાઓની પૂજા કરી આરતી ઉતારી, છેલ્લા 40 વર્ષથી ચાલે છે આ પરંપરા

જૂનાગઢના ડેપ્યુટી મેયર અને ભાજપના નેતા ગિરીશ કોટેચાના પરિવારમાં અનોખી રીતે દિવાળીનું પૂજન કરવામાં આવે છે. આ પરિવારમાં દર વર્ષે દિવાળીના દિવસે ઘરની લક્ષ્મી એટલે કે મહિલાઓની પૂજા કરવામાં આવે છે. 

જૂનાગઢના કોટેચા પરિવારના પુરુષોએ ઘરની મહિલાઓની પૂજા કરી આરતી ઉતારી, છેલ્લા 40 વર્ષથી ચાલે છે આ પરંપરા

જૂનાગઢઃ દેશભરમાં દિવાળીના પર્વના ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે લોકો માં લક્ષ્મીની પૂજા કરે છે. પરંતુ જૂનાગઢમાં રહેતો કોટેચા પરિવાર છેલ્લા 40 વર્ષથી દિવાળીના દિવસે ઘરમાં હાજર રહેલી સાક્ષાત લક્ષ્મી એટલે કે ઘરની દરેક મહિલાઓની પૂજા કરે છે. જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પરિવારના પુરૂષો દ્વારા આજે પણ ઘરની દીકરીઓ, પત્ની અને પુત્રવધૂઓની પૂજા કરવામાં આવી હતી. 

જૂનાગઢ ભાજપ નેતા અને ડે. મેયર ગિરીશ કોટેચાના પરિવાર દ્વારા 40 વર્ષોથી દિવાળીના દિવસે ઘરની તમામ મહિલાઓની આરતી ઉતારી પૂજા કરવામાં આવે છે. કોટેચા પરિવાર ઘરની મહિલાઓને સાક્ષાત લક્ષ્મી માની તેનું પુજન કરે છે. ત્યારે કોટેચા પરિવારે ખરા અર્થમાં ઘરની પુત્રવધુ, દીકરી કે માતાનું પુજન કરીને દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરે છે.

આ અંગે વાત કરતા ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું કે સામાન્ય રીતે લોકો લક્ષ્મી પૂજનમાં પૈસા, ચોપડાનું પૂજન કરે છે. પરંતુ અમારા કોટેચા પરિવાર દ્વારા વર્ષોથી ઘરની દીકરીઓ અને પુત્રવધૂઓનું પૂજન કરવામાં આવે છે. અમે છેલ્લા 40 વર્ષથી આ પરંપરા નિભાવી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે દિવાળીના દિવસે ઘરની લક્ષ્મીની પૂજા કરી તેની માફી માંગવામાં આવે છે. જે ઘરમાં સ્ત્રી રાજી હોય ત્યાં કોઈ દિવસ લક્ષ્મી ખૂટતી નથી. ઘરમાં શાંતિ રહે છે. 

સમાજને ખાસ સંદેશો આપે છે આ લોહાણા પરિવાર
જૂનાગઢમાં રહેતા અને રાજકારણ સાથે સંકળાયેલા લોહાણા પરિવારના ગિરીશ કોટેચા ઘરની લક્ષ્મીનું પૂજન કરવાનો સંદેશ પણ લોકોને આપે છે. તેમનું માનવું છે કે દરેક સ્ત્રીનું સન્માન કરવું જોઈએ, જેથી ઘરમાં ક્યારેય દુખ આવતું નથી. આ કોટેચા પરિવાર દ્વારા માતા, દીકરી અને પુત્રવધૂનું દિવાળીના દિવસે આરતી ઉતારી પૂજન કરવામાં આવે છે. જૂનાગઢના ડેપ્યુટી મેયર દર વર્ષે પોતાના ઘરે આ રીતે દિવાળીની ઉજવણી કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news