24 કલાકમાં કચ્છમાં ભૂકંપના 5 આંચકા નોંધાયા, દરેકની તીવ્રતા અલગ-અલગ
Trending Photos
- સતત આવતા આંચકાથી કચ્છવાસીમાં ભયનો માહોલ રહેતો હોય છે. કચ્છવાસીઓને તેની આદત પડી ગઈ છે
- ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-5માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકા પેટાળને હલબલાવી નાંખતા હોય છે
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત છે. કચ્છ (Kutch) ના વિવિધ વિસ્તારોમાં સતત ધરા ધ્રૂજતી રહે છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કચ્છમાં ભૂકંપના 5 આંચકા (earthquake) નોંધાયા છે. જેમાં દૂધઈ નજીક 3.6, 2.6 અને 2.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. તો કચ્છના બેલા નજીક 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. દૂધઈથી 30, 9 અને 12 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું.
સતત ભૂકંપના આંચકાઓથી ફરી ધ્રૂજી કચ્છની ધરા ધ્રૂજી ઉઠી છે. જોકે, કચ્છવાસીઓને તેની આદત પડી ગઈ છે. ચાર દિવસ પહેલા જ કચ્છમાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રિકટેર સ્કેલ પર 3.1 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. દૂધઇથી 24 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હતું. સતત આવતા આંચકાથી કચ્છવાસીમાં ભયનો માહોલ રહેતો હોય છે.
આ પણ વાંચો : ત્રણ પ્રેમીઓના વચ્ચેના પ્રેમનો કરુણ અંજામ, એક પ્રેમીએ કરી પ્રેમિકાના બીજા પ્રેમીની હત્યા
એક તરફ કચ્છમાં રણપ્રદેશ હોવાથી કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. તો બીજી તરફ નીચે ધરા ધ્રૂજી રહી છે. બે કુદરતી આફતો સહન કરી રહેલા કચ્છવાસીઓ માટે આખુ વર્ષ આવી રીતે જ પસાર થતું હોય છે.
ઉલ્લેખનીય છે કે, ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-5માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકા પેટાળને હલબલાવી નાંખતા હોય છે. કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય બનતાં આગામી વર્ષોમાં કચ્છમાં મોટી તીવ્રતા સુધીનો મોટો ભૂકંપ આવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે. આંચકા અને નાના ભૂકંપ આવતા રહે તે એક રીતે સારી વાત સંશોધકો જણાવે છે. અને મોટા ભૂકંપને પાછો ઠેલાવે છે. જોકે કચ્છમાં એક મોટો ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે તેવી ચોંકાવનારી વાત સંશોધનના અંતે બહાર આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે