ચલણી નોટોના શણગારથી ગુજરાતના આ ગણપતિ બન્યા લખપતિ, ભક્તોની લાગી લાઇન

આ ગણપતિને 9 લાખ 99 હજાર 999 રૂપિયાની 10થી લઇને 2000 રૂપિયની નોટોનો શણગાર કરવામાં આવ્યો છે.

ચલણી નોટોના શણગારથી ગુજરાતના આ ગણપતિ બન્યા લખપતિ, ભક્તોની લાગી લાઇન

કેતન બગડા/અમરેલી: ગુજરાત ફરી એક વાર લખપતી ગણપતિ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમરેલીના સાવરકુંડલા ખાતે આવેલા સદભાવના ગ્રુપનો ગણેશ પંડાલના ગણેશજીની પ્રતિમાને લાખો રૂપિયાની ચલણી નોટોનો શણગાર કરવામાં આવતા ભાવી ભક્તો માટે આ ગણેશજી લખપતિ ગણપતિથી પ્રચલીત થયા છે. આ ગણપતિને 9 લાખ 99 હજાર 999 રૂપિયાની 10થી લઇને 2000 રૂપિયની નોટોનો શણગાર કરવામાં આવ્યો છે. ગણપતિજી ને લખપતિ બનાવીને નવાજ રૂપ રંગ સાથે શણગાર સજેલા દર્શનાર્થીઓ પણ કહી રહ્યા છે કે ગણપતિ બન્યા લખપતિ.આજે અહીં રૂપિયા 999999 લાખ નો શણગાર કરવામાં આવ્યો છે.

Lakhpari-Ganpati-Savar-kundla

9,99,999 રૂપિયાની ચલણી નોટોથી ગણેશજીનો કરાયો શણગાર
સદભાવના ગ્રુપમાં રોજે રોજ અવનવા શણગાર કરવામાં આવે છે. છેલ્લા 10 વર્ષથી અહીં ધામધૂમથી ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે. અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પણ લખપતિના ગણેશજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અમરેલી જિલ્લામાં માત્ર સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપ દ્વારા રૂપિયાનો શણગાર કરવામાં આવે છે. સદભાવના ગ્રુપના ગણેશ પંડાલમાં લખપતિ ગણપતિના દર્શનાર્થે ભક્તો ઉતાવળે પગલે હોંશે હોંશે આવી રહ્યા છે. આ લખપતિ ગણેશજીને જોઇને લોકો એક નવોજ અનુભવ કરી રહ્યો છે.  9,99,999 રૂપિયાની ચલણી નોટોથી શણગાર કરતા ભાવિ ભક્તોની મોટી મોટી લાઇનો લાગી હતી.

Lakhpati-Ganpati-Savarkund 

છેલ્લા 8 વર્ષથી કરી રહ્યા છે અનોખો શણગાર 
9,99,999 રૂપિયાની ચલણી નોટોથી ગણેશજી આરતી,પૂજા અને વંદના કરી મનમાં એવી પણ પ્રાર્થના કરે છે કે હે દાદા તમે તો લખપતિ બની ગયા પણ હવે અમને આ કારમી મોંઘવારીમાં લખપતિ બનવો એવા શુભાશીસ આપોની પ્રાથના કરી રહ્યા છે. સદભાવના ગ્રુપ દ્વ્રારા વ્યસન મુકિત તેમજ ગાય બચાવો જેવા સમાજ ઉપયોગી કામ પણ આ ગણેશ ઉત્સવમાં કરવામા આવે છે. સાવરકુંડલામાં સેવાકીય પ્રવુતિથી પ્રસિદ્ધ પામેલ સદભાવના ગ્રુપ દ્વારા ગણપતિજીને છેલ્લા આઠેક વરસથી અલગ અલગ રીતે શણગાર કરી સમગ્ર જીલ્લાનું આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે. અને આ મહોત્સવની આવકને પણ સેવાકીય પ્રવુતિમાં વાપરીને સમગ્ર સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news