તમારા દરવાજે આવેલ મૂકબધિર વ્યક્તિને મદદ કરતા પહેલા અમદાવાદની આ ઘટના વિશે જરૂર વાંચી લો

 બહેરા-મૂંગા હોવાનું નાટક કરી ઘરમાં પડેલી ચીજવસ્તુઓની સિફત પૂર્વક ચોરી કરતા 2 આરોપીઓને અમદાવાદની મણિનગર પોલીસે ઝડપી પાડ્યા છે. જેઓ ઘરમાં રહેલા મોબાઈલ અને લેપટોપની ચોરી કરતા હતા. હાલ પોલીસે આ આરોપીઓ પાસેથી 9 લેપટોપ અને 24 મોબાઈલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. 
તમારા દરવાજે આવેલ મૂકબધિર વ્યક્તિને મદદ કરતા પહેલા અમદાવાદની આ ઘટના વિશે જરૂર વાંચી લો

મૌલિક ધામેચા/અમદાવાદ : બહેરા-મૂંગા હોવાનું નાટક કરી ઘરમાં પડેલી ચીજવસ્તુઓની સિફત પૂર્વક ચોરી કરતા 2 આરોપીઓને અમદાવાદની મણિનગર પોલીસે ઝડપી પાડ્યા છે. જેઓ ઘરમાં રહેલા મોબાઈલ અને લેપટોપની ચોરી કરતા હતા. હાલ પોલીસે આ આરોપીઓ પાસેથી 9 લેપટોપ અને 24 મોબાઈલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. 

પોલીસે ગેંગના બે શખ્સો સત્યરાજ ઓન્થુગન અને સુબ્રમણ્યમ બલરાજને ઝડપી લીધા છે. પકડાયેલ બંને આરોપીઓ 15 દિવસથી અમદાવાદમાં રૂમ ભાડે રાખીને રહેતા હતા. તો અગાઉ પણ ચોરી કરેલો મુદ્દામાલ પોતાની તમિલનાડુ ગેંગનાં અન્ય સાગરિતોને આપી દીધો હોવાનું પોલીસ પૂછપરછમાં ખૂલ્યું છે. આ બંને યુવાનો મૂકબધિર બનીને મદદ માંગવાના બહાને ઘરમાંથી મોબાઈલ અને લેપટોપ ચોરી કરતા હતા. 

Ahmgang1.jpg

કેવી છે યુવાનોની મોડસ ઓપરેન્ડી
આ બંને યુવાનો પહેલી વખત જોતા બહેરા મૂંગા લાગે છે, પણ બંનેમાંથી કોઈ પણ શખ્સ બહેરો કે મુંગો નથી. આ બંને તમિલનાડુની ગેંગના ચોર છે. પોલીસે આ ગેંગનાં સાગરિતોને મણિનગરમાંથી ઝડપી લીધા છે. આ આરોપીઓ વિવિધ વિસ્તારમાં ફરીને પોતે પહેલા તો બહેરા મૂંગા હોવાનો ડોળ કરતા. તેઓને તક મળતા જ લેપટોપ કે મોબાઇલની ચોરી કરીને ફરાર થઇ જતાં હતા. આ આરોપીઓની હાથચાલાકી CCTV કેમેરામાં પણ કેદ થઇ હતી. જેને આધારે પોલીસે મણિનગર વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. 

પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને ચોરીના 25 મોબાઇલ તેમજ 9 લેપટોપ જપ્ત કર્યાં છે. પોલીસનું કહેવું છે કે આ ગેંગમાં પાંચથી છ શખ્સો અમદાવાદ આવ્યાં હતાં. છેલ્લા કેટલાક દિવસોથી મણિનગરમાં રૂમ ભાડે રાખીને રહેતા હતાં. જોકે ઝડપાયેલા બંને શખ્સો સિવાય અન્ય શખ્સો ચોરીના મોબાઇલ અને લેપટોપ લઇને તામિલનાડુ જવા માટે રવાના થઇ ગયા હતાં. ચોરી કરેલો આ મુદ્દામાલ તેઓ તામિલનાડુમાં વેચીને સરખા ભાગે રૂપિયા વહેંચી લેતા હતા. પોલીસે હાલમાં આ બંને શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે બંને આરોપીઓએ અમદાવાદ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરો તેમજ રાજ્યોમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરી હોઇ શકે છે. જો તમે પણ દરવાજે આવી ગયેલા મૂકબધિર શખ્સોને મદદ કરવા ઈચ્છો તે પહેલા ચેતી જજો કે તે ખરેખર જરૂરિયાતમંદ છે કે પછી ઘરમાં હાથફેરો કરવાતો નથી ને.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news