જૂનાગઢની હોટલમાં સિંહ જોવા મળી જાય તો નવાઇ નહી, વિશ્વાસ ન થતો તો જોઇ લો Video
જૂનાગઢમાં સાસણની સાથે હવે ગિરનાર નેચર સફારી પણ શરૂ થઈ છે અને લોકો હવે ગિરનારના જંગલમાં પણ જંગલ સફારીની મજા માણી શકે છે અને લોકો સિંહ દર્શનનો લ્હાવો લઈ શકે છે.
Trending Photos
સાગર ઠાકર, જૂનાગઢ: સામાન્ય રીતે મોડી રાત્રી કે વહેલી સવારે શહેરમાં શ્વાનનો સામનો થતો હોય છે પરંતુ હવે જૂનાગઢમાં તમારો સામનો સિંહ સાથે થઈ જાય તો નવાઈ નહીં, માટે ચેતી જજો. ગઈકાલે વહેલી સવારે શહેરમાં સિંહ આવી ચડ્યાની ઘટનાને લઈને વન વિભાગ દ્વારા પણ આ વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ હતી અને હજુ પણ વન વિભાગ દ્વારા આ અંગે તપાસ ચાલુ છે. પરંતુ તપાસ દરમિયાન કોઈ સિંહ જોવા મળ્યો ન હતો, તેમ છતાં તપાસ ચાલુ છે અને નજીકના ગિરનારના જંગલમાંથી થોડા સમય માટે સિંહ શહેર તરફ આવી ચઢ્યો હોવાનું અનુમાન છે.
પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢમાં ટ્રાફીકથી ધમધમતા સ્ટેશન રોડ પર આવેલી સરોવર પોર્ટીકો હોટલના સીસીટીવીમાં દ્રશ્યો કેદ થયા હતા. હોટલના મેઈન ગેઈટને કૂદીને સિંહ હોટલના પટાંગણમાં આવે છે થોડા સમય માટે લટાર મારી ફરી એજ રસ્તે જતો રહે છે. ગઈકાલે વહેલી સવારે શહેરમાં આ જ સિંહ જોષીપરા વિસ્તારમાં પણ દેખાયો હતો. શહેરના ધમધમતા વિસ્તારમાં સિંહ આવી ચડતાં એક તરફ કુતુહલ સર્જાયું છે તો બીજી તરફ લોકોમાં ડરનો માહોલ પણ છે.
#WATCH | Gujarat: A lion was seen strolling at the premises of a hotel in Junagadh on February 8.
(Video source: CCTV footage) pic.twitter.com/4Dc86v8oZy
— ANI (@ANI) February 10, 2021
જૂનાગઢમાં સાસણની સાથે હવે ગિરનાર નેચર સફારી પણ શરૂ થઈ છે અને લોકો હવે ગિરનારના જંગલમાં પણ જંગલ સફારીની મજા માણી શકે છે અને લોકો સિંહ દર્શનનો લ્હાવો લઈ શકે છે.
શહેરમાં જ્યાં સતત ટ્રાફીક રહેતો હોય તેવા વિસ્તારમાં સિંહ આવી ચઢ્યો હોય તેવું ભાગ્યે જ બનતું હોય છે, જંગલ નજીકના રહેણાંક વિસ્તારમાં ઘણી વખત સિંહો આવી જાય છે, ઘણી વખત શિકારની શોધમાં રહેણાંક વિસ્તારો તરફ આવે છે અને શિકાર કરી જતાં રહે છે, અત્યાર સુધીમાં રહેણાંક વિસ્તારમાં આવીને સિંહ દ્વારા કોઈ માનવ હુમલો થયો હોય તેવી કોઈ ઘટના સામે આવી નથી, સામાન્ય રીતે જંગલના સિંહો માણસ થી દુર રહેવાનું પસંદ કરે છે અને વહેલી સવારે જ્યારે લોકોની કોઈ અવર જવર ન હોય ત્યારે જ ભાગ્યે આ પ્રકારના દ્રશ્યો જોવા મળતાં હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે