Kisan Andolan: PM મોદીએ કરી ચર્ચાની વાત, કિસાન મોર્ચાની જાહેરાત- 18 તારીખે રેલ રોકો આંદોલન
પીએમ મોદીના ભાષણ બાદ કિસાન નેતાઓએ કેટલીક નવી જાહેરાત કરી. કિસાન નેતાઓએ કહ્યુ કે, આંદોલનને વધુ મજબૂત કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ લોકસભામાં આજે પીએમ મોદી (PM Modi) એ કિસાન આંદોલન (Kisan andolan) અને નવા કૃષિ કાયદાને લઈને વાત કરી હતી. પોતાના દોઢ કલાક લાંબા ભાષણમાં પીએમ મોદીએ નવા કૃષિ કાયદામાં ઉભી થયેલી આશંકાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો. પીએમ મોદીએ આંદોલનજીવી અને આંદોલનકારીને લઈને નિવેદન આપ્યું હતું. પીએમના ભાષણના થોડા સમય બાદ કિસાન નેતાઓએ મોટી જાહેરાત કરી છે.
કિસાન નેતાઓએ કરી જાહેરાત
પીએમ મોદી (PM Modi) ના ભાષણ બાદ કિસાન નેતાઓએ કેટલીક નવી જાહેરાત કરી છે. કિસાન નેતાઓએ કહ્યું કે, આંદોલનને વધુ મજબૂત કરવામાં આવશે. કિસાન નેતાઓએ જાહેરાત કરી કે 12 ફેબ્રુઆરીથી રાજસ્થાનના તમામ રોડ પ્લાઝાને ટોલ ફ્રી કરવામાં આવશે. આ સાથે રેલ રોકો કાર્યક્રમ 18 ફેબ્રુઆરીએ દેશભરમાં 12થી 4 કલાક સુધી આયોજીત કરવામાં આવશે. કિસાન નેતાઓએ જાહેરાત કરી કે 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં દેશભરમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે.
સંસદમાં પીએમ મોદીએ આંદોલન પર ઉઠાવ્યા સવાલ
પીએમ મોદી (PM Modi) એ કહ્યું હતુ કે, દેશમાં ટોલ પ્લાઝા બધી સરકારે કરેલી વ્યવસ્થા છે, તે ટોલ પ્લાઝાને તોડવા, તેના પર કબજો કરવો અને ટોલ પ્લાઝા ન ચાલવા દેવા. આ રીત શું પવિત્ર આંદોલન (kisan andolan) કરવાને કલંકિત કરવાનું કામ નથી. પીએમ મોદીએ કહ્યુ કે, કિસાન આંદોલનની પવિત્રતા અને હું કિસાન આંદોલનને પવિત્ર માનુ છું.
જે જેલમાં છે તેની તસવીર કેમઃ પીએમ મોદી
ભારતના લોકતંત્રમાં આંદોલનનું મહત્વ છે અને જરૂરી છે પરંતુ આંદોલનજીવી પવિત્ર આંદોલનને પોતાના લાભ માટે બરબાદ કરવા માટે નિકળે છે, તો શું કરીએ જણાવો. તેમણે આગળ કહ્યુ કે, કિસાન કાયદાની વાત હોય અને દગાબાજ જે લોકો જેલમાં છે. સંપ્રદાયવાદ લોકો જે જેલમાં છે, જે આતંકવાદી જેલમાં છે, જે નક્સલવાદી જેલમાં છે તેનો ફોટો લઈને મુક્તિની માંગ કરવી આ કિસાનોની માંગને અપવિત્ર કરવાનું કામ છે કે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે