લો બોલો... જપ્ત થયેલો દારૂ પોલીસ સ્ટેશનમાંથી ઉડાવી ગયો બુટલેગર

દારૂબંધીવાળા ગુજરાતમાં અવારનવાર આપણે બુટલેગરોની બદમાશીઓ અને ગુંડાગીરી જોઈએ છીએ. અનેક કિસ્સાઓ છાશવારે આવતા હોય છે. નવા વર્ષની ઉજવણી પર દારૂ પાર્ટી પણ જોરશોરમાં થતી હોય છે. જેને લઈને દારૂ માફિયાઓ અને બુટલેગરો ખુબ જોશમાં હોય છે. કરજણ પોલીસે આ અંગેની કાર્યવાહીમાં દારૂ બિયરની લગભગ 228 જેટલી બોટલો અને ટીન જપ્ત કર્યાં હતાં. જો કે જે બુટલેગરનો આ સામાન હતો તે જ પોલીસ સ્ટેશનમાંથી ઉડાવી ગયો. 
લો બોલો... જપ્ત થયેલો દારૂ પોલીસ સ્ટેશનમાંથી ઉડાવી ગયો બુટલેગર

રવિ અગ્રવાલ, વડોદરા: દારૂબંધીવાળા ગુજરાતમાં અવારનવાર આપણે બુટલેગરોની બદમાશીઓ અને ગુંડાગીરી જોઈએ છીએ. અનેક કિસ્સાઓ છાશવારે આવતા હોય છે. નવા વર્ષની ઉજવણી પર દારૂ પાર્ટી પણ જોરશોરમાં થતી હોય છે. જેને લઈને દારૂ માફિયાઓ અને બુટલેગરો ખુબ જોશમાં હોય છે. કરજણ પોલીસે આ અંગેની કાર્યવાહીમાં દારૂ બિયરની લગભગ 228 જેટલી બોટલો અને ટીન જપ્ત કર્યાં હતાં. જો કે જે બુટલેગરનો આ સામાન હતો તે જ પોલીસ સ્ટેશનમાંથી ઉડાવી ગયો. 

મળતી માહિતી મુજબ જે બુટલેગર પાસેથી પોલીસે આ દારૂ અને બીયરની 228 બોટલો એટલે કે આશરે 48000 રૂપિયાનો સામાન જપ્ત કર્યો હતો તે જ બુટલેગર પોતાનો સામાન પોલીસ સ્ટેશનમાંથી ઉડાવી ગયો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરીને 6 શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કર્યો છે. જેમાં 5 આરોપીઓની ધરપકડ  કરાઈ છે અને એક હજુ ફરાર છે. 

અત્રે જણાવવાનું કે અગાઉ પોલીસ સ્ટેશનમાંથી લીઝ માફિયાઓએ પણ આ પ્રકારે ચોરી કરવાનો બનાવ બન્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news