દેશભરના લોકોને ગુજરાતનું આ શહેર આપે છે રોજગારી, વિકાસની દ્રષ્ટીએ વિશ્વમાં છે નં.1

આગામી બે દાયકામાં આર્થિક વૃદ્ધી મોરચે ભારતનાં ટોપ-10 શહેરોમાં પ્રથમ ક્રમે સુરત અને સાતમાં ક્રમે રાજકોટ રહ્યું હતું

દેશભરના લોકોને ગુજરાતનું આ શહેર આપે છે રોજગારી,  વિકાસની દ્રષ્ટીએ વિશ્વમાં છે નં.1

અમદાવાદ : આગામી બે દશકમાં ભારતનાં શહેરો સૌથી વિકસતા શહેરોની યાદીમાં ટોચ પર રહેશે. આ કહેવું છે કે ઓક્સફોર્ડ ઇકોનોમિક્સનાં સર્વેનું. સર્વે અનુસાર સુરતનો વાર્ષિક ગ્રોથ રેટ 9.17 ટકાનો રહેવાની શક્યા છે. જ્યારે બીજુ શહેર રંગીલુ રાજકોટ છે. જેનો વૃદ્ધિદર 8.33 ટકા સાથે સાતમા ક્રમે છે. અન્ય શહેરોમાં આગ્રા, બેંગ્લુરૂ, હૈદરાબાદ, નાગપુર, તિરુપુરનો સમાવેશ થાય છે. 

2017માં અર્નેસ્ટ એન્ડ યંગના એક અહેવાલ અનુસાર સુરતનો સૌથી ઝડપી વિકાસ થઇ રહ્યો છે, જેનાં કારણે તેને મેટ્રો સિટીની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. હાલમાં જ ઓક્સફોર્સ ઇકોનોમિક્સ ગ્લોબલ સિટીઝનું રિસર્ચ ચાલુ થયું છે. જેમાં સૌથી વધારે આર્થિક ગ્રોથરેટ ધરાવતનાં ટોપ-10 શહેરોમાં સુરત નં.1 પર છે. વર્ષ 2019થી 2035 દરમિયાન સુરતનો સરેરાશ વિકાસદર 9.17 ટકા રહેશે. જ્યારે બીજા નંબર પર 8.58 ટકા સાથે આગ્રા છે. ત્રીજા ક્રમે બેંગ્લોર 8.50 ટકા સાથે છે. 

ઓક્સફોર્ડનાં સર્ચ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન (GDP), લેબર માર્કેટ, વસ્તી, આવક, ગ્રાહકોનો ખર્ચ વગેરેની ક્ષમતા જેવા મુદ્દાઓને સાંકળીને સુરતને દેશમાં સૌથી વધારે ગ્રોથ કરતા શહેરની યાદીમાં મોખરે સ્થાન આપવામાં આવ્યું છે. આ અંગે સુરતનાં ટેક્સટાઇલ અને જેમ એન્જ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન તથા ઇકોનોમિસ્ટ સાથે થયેલી ચર્ચામાં શહેરમાં ઇમર્જિંગ માર્કેટ તથા લેબર અને રોકાણને આકર્ષવાની ક્ષમતા દેશનાં અન્ય શહેરોની તુલનાએ સૌથી વધારે હોવાનું જણાવ્યું હતું. 

ઓક્સફોર્ડ યુનિવર્સિટીનાં સર્વેને જો સુરતના ટેક્સ કલેક્શન સાથે જોડવામાં આવે તો આગામી સમયમાં સુરત સરકાર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. વર્ષ 2035 સુધીમાં શહેરમાંથી પ્રત્યક્ષ અને પરોક્ષ કર પાંચ લાખ કરોડથી પણ વધારે મળશે. હાલના વર્ષમાં આઇટી, જીએસટી અને કસ્ટમનું ટેક્સ કલેક્શન 23 હજાર કરોડ છે. ત્રણેય ડિપાર્ટમેન્ટ અને સીએ જગતનાં સુત્રો કહે છે કે જો આજની તારીખથી વર્ષ 2035 સુધી 20 ટકાના દરે ટેક્સ કલેક્શન ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વધતું રહે તો સુરતથી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો ફિગર ચાર લાખ કરોડતી વધારે થશે. સુત્રોના અનુસાર હાલ દર વર્ષે 20 ટકાના દરે જ ટાર્ગેટમાં વધારો આવતો હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news