SURAT LIVE : કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, મુસ્લિમો પથ્થરબાજોને સમજાવે, હર્ષ સંધવીની ચોખ્ખી સલાહ
સુરતમાં સૈયદપુરામાં વિધર્મીઓએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બની ગયું છે. આક્રોશિત લોકોએ તોડફોડ કરીને વાહનોમાં આગચંપી કરી. આ ઘટના સંદર્ભે પળેપળના અપડેટ માટે ઝી24કલાકના લાઈવ બ્લોગ સાથે જોડાયેલા રહો.....
Trending Photos
surat stone pelting incident : ગુજરાતના સુરતમાં અશાંતિ ભર્યો માહોલ છે. સુરતના સૈયદપુરામાં વરિયાવી બજાર કા રાજા ગણેશ ઉત્સવમાં રવિવારે રાત્રે 9.30 વાગ્યા આસપાસ એકથી દોઢ કિલોમીટર દૂરથી રિક્ષામાં આવેલા 6 મુસ્લિમ કિશોરોએ કરેલા પથ્થરમારા બાદ પરિસ્થિતિ વણસી ગઈ છે. પોલીસે 3 ફરિયાદ દાખલ કરી છે. ઘટના બાદ હજારોની સંખ્યામાં ગણેશભક્તોએ સૈયદપુરા ચોકીનો ઘેરાવો કર્યો હતો. પોલીસે આ ઘટનામાં 27 લોકોની અટકાયત કરી છે. આજે સૈયદપુરામાં બુલડોઝર ચાલી રહ્યું છે. હર્ષ સંઘવી આ ઘટના બાદ એક્ટિવ થયા છે. તેઓએ આજે ગાંધીનગરની મીટિંગો કેન્સલ કરી દીધી છે. આજે શાંતિપૂર્ણ બેઠકો પણ યોજાય તેવી સંભાવનાઓ વચ્ચે સુરતની શાંતિ હણાઈ છે. તમામ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસે લોકોનાં ઘરોના દરવાજા તોડીને અનેક તોફાની તત્ત્વોને ઝડપી લીધાં હતાં અને રાતના 2 વાગ્યે પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી. આજે પણ સુરતમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે. ગઈકાલે રાતે હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી હતી. ટોળાં વિખેરવા 10થી વધુ ટીયરગેસ છોડી લાઠીચાર્જ કરાયો હતો. અત્યારે સૈયદપુરા પોલીસ ચોકીની આજુબાજુ જે દબાણ કરેલી મિલકતો છે તેને તાત્કાલિક અસરથી દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ થતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. હવે ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ચાલી શકે છે. આ ઘટનામાં એક ડીસીપી સહિત 10 પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે