અમરેલી બેઠક જીતવાની કોંગ્રેસની આશા પર પાણી ફરી વળ્યું, ધાનાણી હાર્યા

સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019ના આજે પરિણામનો દિવસ છે. જેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સપાટો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ તમામ 26 બેઠકો પર હાલ ભાજપના ઉમેદવારો જંગી લીડથી જીત્યા. એવી કેટલીક બેઠકો હતી જેના વિશે કહેવાતું હતું કે ત્યાં કોંગ્રેસ જીત મેળવી જશે. જેમાંની એક બેઠક અમરેલી હતી. આ બેઠક પરથી ભાજપના સીટીંગ એમએલએ સામે કોંગ્રેસે ધૂરંધર નેતા પરેશ ધાનાણીને ઊભા રાખ્યા હતાં. છેલ્લે મળતી માહિતી મુજબ ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડીયા જંગી લીડ ધરાવી રહ્યાં છે.

અમરેલી બેઠક જીતવાની કોંગ્રેસની આશા પર પાણી ફરી વળ્યું, ધાનાણી હાર્યા

અમદાવાદ: સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019ના આજે પરિણામનો દિવસ છે. જેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સપાટો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ તમામ 26 બેઠકો પર હાલ ભાજપના ઉમેદવારો જંગી લીડથી જીત્યા. એવી કેટલીક બેઠકો હતી જેના વિશે કહેવાતું હતું કે ત્યાં કોંગ્રેસ જીત મેળવી જશે. જેમાંની એક બેઠક અમરેલી હતી. આ બેઠક પરથી ભાજપના સીટીંગ એમએલએ સામે કોંગ્રેસે ધૂરંધર નેતા પરેશ ધાનાણીને ઊભા રાખ્યા હતાં. પરંતુ આમ છતાં તેઓ ભાજપના નારણભાઈ કાછડિયા સામે  ધાનાણી હારી ગયા. 

જુઓ LIVE TV

અમરેલીમાં 7 વિધાનસભા વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં 8,43,668 પુરૂષ, 7,84,ર91 મહિલા અને ૨૧ થર્ડ જેન્‍ડર એમ કુલ 16,ર7,980 મતદારોએ  પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગત ચૂંટણી કરતા આ વખતે 2 ટકા મતદાન પણ વધુ નોંધાયું હતું. હાલ મળતી માહિતી મુજબ નારણભાઈ કાછડીયાને 319144 મતો મળ્યા છે જ્યારે પરેશ ધાનાણીને 214026 મતો મળ્યાં છે. મતગણતરી હજુ ચાલુ છે. 

જુઓ વિગતવાર પરિણામ...

Gujarat-Amreli
Results
O.S.N. Candidate Party EVM Votes Postal Votes Total Votes % of Votes    
1 Kachhadiya Naranbhai Bhikhabhai Bharatiya Janata Party 527593 1442 529035 58.19    
2 Chauhan Ravjibhai Mulabhai Bahujan Samaj Party 9664 27 9691 1.07    
3 Paresh Dhanani Indian National Congress 326781 823 327604 36.03    
4 Dhapa Dharamshibhai Ramjibhai Vyavastha Parivartan Party 4731 16 4747 0.52    
5 R.S. Gosai Independent 1762 1 1763 0.19    
6 Chauhan Dayabhai Bhagvanbhai Independent 1551 2 1553 0.17    
7 Jerambhai R. Parmar Independent 982 4 986 0.11    
8 Dayala Shubhashbhai Parabatbhai Independent 1411 2 1413 0.16    
9 Nathalal Sukhadiya Independent 2204 3 2207 0.24    
10 Mehta Nanalal Kalidas Independent 2332 4 2336 0.26    
11 Valodara Vrajlal Jivabhai Independent 5331 1 5332 0.59    
12 Himmat Bagda Independent 4926 7 4933 0.54    
13 NOTA None of the Above 17513 54 17567 1.93    
  Total   906781 2386 909167      

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news