ઊંઘતા અને લંપટ શિક્ષક પછી હવે ઘૂણતી શિક્ષિકા આવી... ક્લાસમાં વેરી દે છે કંકુ, બાળકો પણ ગભરાયા

Viral Video : શિક્ષિકા ધુણતી હોય તેવો વીડિયો આવ્યો સામે... ચાલુ શિક્ષણ કાર્ય દરમ્યાન શિક્ષિકા ભાન ભૂલતી હોવાની ફરિયાદ
 

ઊંઘતા અને લંપટ શિક્ષક પછી હવે ઘૂણતી શિક્ષિકા આવી... ક્લાસમાં વેરી દે છે કંકુ, બાળકો પણ ગભરાયા

સંદીપ વસાવા/માંગરોળ :માંગરોળ તાલુકાના પાનસરા ગામે શાળાના શિક્ષિકાની શાળામાં ગેર વર્તણૂંકને લઈ બાળકો જ નહિ માતાપિતા પણ ભયભીત થયા છે. શિક્ષિકા ચાલુ શિક્ષણ કાર્યમાં ધુણતા હોવાનું સામે આવ્યું છે. ગ્રામજનોએ શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી કે, જ્યાં સુધી શિક્ષિકાની બદલી નહિ થાય ત્યાં સુધી બાળકોને શાળાએ નહિ મોકલીએ. 

માંગરોળ તાલુકાના પાનસરા ગામની પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા બાળકોને ભણાવે છે. પરંતુ તેઓ અચાનક ચાલુ શિક્ષણ દરમ્યાન અચાનક ધૂણવા લાગી જાય છે. આ જોઈને ઓરડામાં અભ્યાસ કરી રહેલા બાળકો અચાનક ડરી જાય છે અને અને શાળાની બહાર નીકળી જાય છે. આ ક્રમ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. જેને લઈ ગ્રામજનો દ્વારા આજે શાળાને તાળાબંધી કરી દેવામાં આવી હતી. ગ્રામજનો અને વાલીઓએ આક્ષેપ મૂક્યા કે, શિક્ષિકા અંધશ્રદ્ધાને લઈ વારંવાર શાળામાં આવી હરકતો કરે છે. 

આ પણ વાંચો : AAP એ ચૂંટણીના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?

આ શિક્ષિકા એટલા અજીબ છે કે, શાળામાં બધા શિક્ષિકાની આવી હરકતોથી હેરાન છે, શિક્ષિકા ક્યારેક ધુણવા માંડે છે તો ક્યારેક આખા ઓરડામાં કંકુ વેરી નાંખે છે. ક્યારે તો ગામના ઘરોમાં પણ કંકુનો છંટકાવ કરી આવે છે. એક વાર તો શિક્ષિકા આખા ગામમાં કચરો વાળીને સફાઈ પણ કરી આવ્યા હોવાનું વાતો સામે આવી છે. 

જોકે શાળામાં કરવામાં આવેલી તાળાબંધીની ઘટનાને લઈ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોની ફરિયાદ સાંભળી હતી અને જેમ બને એમ જલ્દી સમસ્યાનું નિરાકાર લાવવા બાંહેધરી આપી રહ્યા હતા. જોકે અધિકારીના જણાવ્યા મુજબ, શિક્ષિકા માનસિક રીતે અસ્વસ્થ છે. અને તેમની આ બાબતે સારવાર પણ ચાલી રહી હોવાનું જણાવ્યું.

શિક્ષિકાની આ હરકતથી વિદ્યાર્થીઓ અને અન્ય શિક્ષકો પણ હેરાન પરેશાન છે. જો વહેલી તકે આનું બાબતનું નિરાકરણ નહીં આવે તો બાળકોનું શિક્ષણ કાર્ય બગડવું નિશ્ચિત છે. જોકે શિક્ષિકાની આવી હરકતોને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ભય ફેલાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news