'મારો રામ મને કંઈ નહીં થવા દે, જો મારા પ્રાણ જશે તો...', રામજી મંદિરના આ મહંતે લીધી કપરી પ્રતિજ્ઞા
અયોધ્યામાં પ્રભુ શ્રીરામના મંદિરના નિર્માણને લઈ સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના પથ્થર સડક વિસ્તારમાં ઐતિહાસિક અને પૌરાણિક પ્રભુ શ્રીરામનું રામજી મંદિર આવેલું છે.
Trending Photos
અલકેશ રાવ/બનાસકાંઠા: અયોધ્યામાં નવનિર્માણ પામેલ રામમંદિરમાં બસ ગણતરીના દિવસોમાં જ રામલલાની મૂર્તિ બિરાજમાન થવાની હોવાથી સમગ્ર દેશ રામમય ભક્તિથી રંગાયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના પત્થર સડક વિસ્તારમાં આવેલું ઐતિહાસિક અને પૌરાણિક શ્રી રામજી મંદિરના જીર્ણોધ્ધારના નિર્ણય બાદ રામજી મંદિરના મહંત રાઘવદાસજી મહારાજે જ્યાં સુધી રામજી મંદિરનો જીર્ણોદ્ધાર પૂરો નહીં થાય ત્યાં સુધી અન્ન ત્યાગની પ્રતિજ્ઞા લીધી છે.
અયોધ્યામાં પ્રભુ શ્રીરામના મંદિરના નિર્માણને લઈ સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના પથ્થર સડક વિસ્તારમાં ઐતિહાસિક અને પૌરાણિક પ્રભુ શ્રીરામનું રામજી મંદિર આવેલું છે. જોકે 450 વર્ષ જૂનું રામજી મંદિર હવે જર્જર રીતે થતા મંદિર ટ્રસ્ટ દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય કરાયો છે અને તેને જ લઈ પાલનપુરમાં રામકથાનું આયોજન કરાયું છે.
મહત્વની વાત છે કે મંદિરના જીર્ણોદ્ધારને લઈ મંદિરના મહંત રાઘવદાસજી મહારાજે અન્નનો ત્યાગ કર્યો છે. જ્યાં સુધી રામજી મંદિરનો જીર્ણોદ્ધાર પૂર્ણ થાય ત્યાં સુધી મહંત રાઘવદાસજી મહારાજે અન્ન આરોગવાનો ઇનકાર કર્યો છે. જોકે પાલનપુરના રામજી મંદિરના જીર્ણોદ્ધાર માટે લગભગ 11 કરોડ રૂપિયા જેટલો ખર્ચ છે જે એકત્રિત કરતા સમય લાગે તેમ હોવા છતાં મહંતે જ્યાં સુધી મંદિર બનીને તૈયાર નહિ થાય ત્યાર સુધી અન્નનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. જોકે રામજી મંદિરના મહંત રાઘવદાસજીનું કહેવું છે કે મને મારા રામ પર વિશ્વાસ છે મારો રામ મને કંઈ નહીં થવા દે જો મારા પ્રાણ જશે તો પણ આપવા તૈયાર છું પરંતુ આ મંદિરનો જીર્ણોદ્ધાર નહીં થાય ત્યાં સુધી હું અન્નને નહીં અડું..
મહત્વની વાત છે કે મંદિરના જીર્ણોદ્ધારને લઈ શ્રી રામ સેવા સમિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા પાલનપુર શહેરમાં રામકથાનું આયોજન કરાયું છે અને આ રામકથા દરમિયાન એકત્રિત થતું તમામ ફંડ આ મંદિરના જીર્ણોદ્ધાર પાછળ વાપરવાનો નિર્ણય કરાયો છે. ત્યારે મહંત દ્વારા અન્નનો ત્યાગ કરાતા અત્યારે તો રામ ભક્તો એક જ આશા રાખી રહ્યા છે કે વહેલી તકે મંદિરનો જીર્ણોદ્ધાર કામ શરૂ થાય અને વહેલી તકે પૂર્ણ થાય અને મહંત વહેલી તકે અન્ન સ્વીકારે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે