કોરોના કોઈને છોડતો નથી, 2 મહિનામાં MBBSના 34 થી વધુ વિદ્યાર્થીઓ વાયરસની જાળમાં લપેટાયા
Trending Photos
- ગુજરાતભરમાં MBBS નો અભ્યાસ કરતા 34 વિદ્યાર્થીઓ છેલ્લા બે મહિનામાં કોરોનાગ્રસ્ત થયા.
- સરકાર દ્વારા MBBS નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ કોરોનાની ડ્યુટી સોંપવામાં આવી
અતુલ તિવારી/અમદાવાદ :કોરોના કોઈને છોડતો નથી, નાનો માણસ હોય કે મોટો... આવામાં તો ખુદ સારવાર કરનારા તબીબો જ સંક્રમણનો ભોગ બની રહ્યાં છે. ખાસ કરીને એ વિદ્યાર્થીઓ, જેઓએ માંડ તબીબી અભ્યાસમાં પગ મૂક્યો છે તેઓને પણ કોરોનાનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ તેઓને કોરોના વોરિયર (corona warrior) બનવાની મોટી તક અને અનુભવ મળી રહ્યો છે, તો બીજી તરફ એ જ વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ગુજરાતભરમાં MBBS નો અભ્યાસ કરતા 34 વિદ્યાર્થીઓ છેલ્લા બે મહિનામાં કોરોનાગ્રસ્ત થયા છે.
PM મોદીના જન્મદિવસ પર આ પણ વાંચો : ‘મોદીજી સાથે છે તો હિંમત આવશે જ...’ આ જુસ્સા સાથે દિવ્યાંગો સાઈકલ પર નીકળ્યા દિલ્હીની સફરે
અનેક વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
સરકાર દ્વારા MBBS નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ કોરોનાની ડ્યુટી સોંપવામાં આવી છે. જેઓ ખુદ સંક્રમિત થઈ રહ્યા છે. જેમાં સૌથી વધુ NHL મેડિકલ કોલેજના 15, એલજી મેડિકલ કોલેજના 14 વિદ્યાર્થીઓ કોરોનાના શિકાર બન્યા છે. સુરતની સ્મીમેર કોલેજના 3, સુરત સરકારી મેડિકલ કોલેજના 2 વિદ્યાર્થીઓ પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે.
PM મોદીના જન્મદિવસ પર આ પણ વાંચો : પીએમ મોદી જન્મદિવસ : રાજકોટની લકી બેઠકે જ પીએમ મોદીને મુખ્યમંત્રીના પદ સુધી પહોંચાડ્યા હતા
NHL - 15
AMC MET - 14
SMIMER - 3
GMC,Surat - 2
Total 34 MBBS Students tested positive in last 2 Months during their COVID-19 Duties in Gujarat.
Most of them are Hostelites. Their Safety is now need of an hour🙏
P.S. : Numbers received from Students of Particular College.
— Gujarat Medical Students' Association (@Guj_Medicos) September 16, 2020
કોરોનાનો શિકાર થનારા મોટાભાગના MBBS ના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. કોરોનાના વધતા કેસ અને સ્ટાફની અછતને પહોંચી વળવા સરકાર તરફથી MBBS નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મદદ લેવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા અનેક ડોક્ટરો બાદ હવે વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે.
ગુજરાત મેડિકલ સ્ટુડન્ટસ એસોસિએશને MBBS નો અભ્યાસ કરતા ડોક્ટરો કોરોનાના શિકાર થઈ રહ્યા હોવાની માહિતી ટ્વીટ કરીને આપી છે.
આ પણ વાંચો : સુરતમાં કોરોનાના નવા નિયમો બનાવાયા, સંક્રમિત વ્યક્તિએ વિઝીટ કર્યું હશે તે સ્થળ 48 કલાક માટે બંધ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે