વડોદરા: ટ્રાન્સફોર્મરમાં ફસાયેલી પતંગ કાઢવા જતા MGVCL નાં કર્મચારીનું કરંટ લાગતા મોત

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં MGVCL નાં ટ્રાન્સફોર્મરમાં ફસાયેલી પતંગ કાઢવાની કામગીરી દરમિયાન વીજ કંપનીનાં કર્મચારીનું વીજ કરંટ લાગતા મોત નિપજ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે ચાઇનીઝ દોરીનાં કારણે વધારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાઇનીઝ દોરી ન માત્ર પક્ષીઓ પરંતુ માણસો માટે પણ ખુબ જ ખતરનાક સાબિત થાય છે.
વડોદરા: ટ્રાન્સફોર્મરમાં ફસાયેલી પતંગ કાઢવા જતા MGVCL નાં કર્મચારીનું કરંટ લાગતા મોત

વડોદરા : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં MGVCL નાં ટ્રાન્સફોર્મરમાં ફસાયેલી પતંગ કાઢવાની કામગીરી દરમિયાન વીજ કંપનીનાં કર્મચારીનું વીજ કરંટ લાગતા મોત નિપજ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે ચાઇનીઝ દોરીનાં કારણે વધારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાઇનીઝ દોરી ન માત્ર પક્ષીઓ પરંતુ માણસો માટે પણ ખુબ જ ખતરનાક સાબિત થાય છે.

વડોદરા શહેરનાં પ્રતાપનગર વિસ્તારમાં વિશ્રામબાગ નજીક આવેલા અમર એપાર્ટમેન્ટમાં રહેતા અર્જુનભાઇ વસુદેવભાઇ બેલાની (40) MGVCLમાં નોકરી કરે છે. આજે તેઓ માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે ટ્રાન્સફોર્મરમાં ફસાયેલી પતંગો કાઢવાની કામગીરી કરનારી ટીમનો હિસ્સો બન્યા હતા. આ કામગીરીમાં ડી.પીમાં ફસાયેલી પતંગ કાઢી રહ્યા હતા. તે સમયે તેમને વીજ કરંટ લાગતા નીચે પટકાયા હતા. તુરંત જ સ્થાની કર્મચારીઓ તેઓને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે માંજલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news