મોરબી પુલ દુર્ઘટના મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી, CBI ને તપાસ સોંપવાની કરાઈ છે માગ

30 ઓક્ટોબરના દિવસે સાંજે 6:30 કલાકે મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

  • મોરબી હોનારતની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી

  • કેસની તપાસમાં ઢીલાશ હોવાની કોર્ટમાં કરાઈ છે રજૂઆત

    અરજદારે મોરબી પુલના કેસમાં CBI તપાસની કરી છે માગ

Trending Photos

મોરબી પુલ દુર્ઘટના મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી, CBI ને તપાસ સોંપવાની કરાઈ છે માગ

આશ્કા જાની, અમદાવાદઃ મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. ઝૂલતો પુલ તુટી જવાને કારણે નદીમાં ડૂબી જવાથી 135 લોકોના મોત થયા હતાં. જ્યારે આ ઉપરાંત અનેક લોકોને ઈજા પહોંચી હતી. પુલનું મેઈનટેન્સ કરતી કંપની સામે બેદરકારીના આક્ષેપો થઈ રહ્યાં છે. ત્યારે આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

અરજદારે પોતાની અરજીમાં રજૂઆત કરી છેકે, મોરબી પુલ હોનારતમાં યોગ્ય તપાસ નથી થઈ રહી. પોલીસ દ્વારા તપાસમાં ઢીલાશ રાખવામાં આવી રહી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. કેસની તપાસમાં ઢીલાશ હોવાથી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજદારે આ કેસની તટસ્થ તપાસ માટે સીબીઆઈ તપાસની માગ કરી છે. આજે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં આજે અરજદાર અને સરકાર પોતાનો મત કોર્ટમાં રજૂ કરી શકે છે.

 

ઉલ્લેખનીય છેકે, મહત્વનું છે કે 30 ઓક્ટોબરના દિવસે સાંજે 6:30 કલાકે મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દુર્ઘટના બાદ તંત્રએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા. પાંચ દિવસ બાદ મોરબીમાં સર્ચ ઓપરેશન સત્તાવાર રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news