મોરબીના સીરામીક ઉદ્યોગોને હવે વિદેશ માલ મોકલવામાં મુશ્કેલી
મોરબીના સીરામીક ઉદ્યોગને હાલમાં એક્સપોર્ટના ખૂબ જ મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે. જેથી કરીને વિદેશમાં મોરબીની ટાઇલ્સની ખુબ મોટી ડિમાન્ડ હોય ઉદ્યોગકારો પાસેથી કામગીરીનો પુરાતો ભરાવો છે. પરંતુ હાલમાં એક નવી જ પ્રકારની મુશ્કેલી ઉદ્યોગકારો સામે આવીને પડી છે.
Trending Photos
હિમાંશુ ભટ્ટ, મોરબીઃ મોરબીના સીરામીક ઉધોગમાંથી તૈયાર થતી સીરામીક પ્રોડક્ટને કન્ટેનર મારફતે વિદેશમાં મોકલવામાં આવતી હોય છે જોકે હાલમાં મોરબીના ઉધોગકારોને માલ એકસ્પોર્ટ કરવામાં હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં કન્ટેનરની શોર્ટેજ હોવાના કારણે ઉદ્યોગકારોના કારખાનાની અંદર સીરામીક પ્રોડકટનો માલ તૈયાર પડ્યો છે. છતાં પણ તેઓના ગ્રાહક સુધી સમયસર તેનો માલ મોકલી શકાતા નથી. જેના કારણે ઘણા ઉદ્યોગકારો તેની પાર્ટી ગુમાવવાથી લઇને આર્થિક નુકશાની સહિતની અનેક મુશ્કેલીઓનો સામનો પડી રહ્યો છે.
કોરોનાના કહેરના કારણે જ્યારે મોરબીનો સીરામીક ઉદ્યોગ બંધ થયો હતો ત્યારે અહીના લોકો અને ખાસ કરીને સીરામીક ઉદ્યોગકારો ઉપર ચિંતાના વાદળો ઘેરાયા હતા કે હવે શું થશે ? પરંતુ કોરોનાનું લોક ડાઉન પૂરું થયા બાદ હવે જ્યારે તમામ ધંધા-રોજગારની ગાડી પાટે ચડી છે. ત્યારે મોરબીના સીરામીક ઉદ્યોગને હાલમાં ચાંદી થઈ ગઈ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. કારણ કે અગાઉ ઓક્સિજન ઉપર આવી ગયેલ મોરબીના સીરામીક ઉદ્યોગને હાલમાં એક્સપોર્ટના ખૂબ જ મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે. જેથી કરીને વિદેશમાં મોરબીની ટાઇલ્સની ખુબ મોટી ડિમાન્ડ હોય ઉદ્યોગકારો પાસેથી કામગીરીનો પુરાતો ભરાવો છે. પરંતુ હાલમાં એક નવી જ પ્રકારની મુશ્કેલી ઉદ્યોગકારો સામે આવીને પડી છે. જેમાં ઉદ્યોગકારોને પોતાનો તૈયાર માલ મોકલવા માટે ખાલી કન્ટેનર મળતા ન હોવાથી ઘણા ઉદ્યોગકારો તેનો માલ એક્સ્પોર્ટ કરી શકતા નથી. જેથી કરીને આર્થિક નુકશાનીની સાથોસાથ પાર્ટી ગુમાવી પડે ત્યાં સુધીની મુશ્કેલીનો સામનો ઉધ્યોગકારો કરી રહ્યા છે.
મોરબીના સીરામીક ઉદ્યોગ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે હાલમાં ૮૦૦ જેટલા સીરામીકના કારખાનામાં જુદીજુદી સીરામીક પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાથી મોટા પ્રમાણમા સીરામીક પ્રોડક્ટને એક્સપોર્ટ કરવામાં આવે છે. પરંતુ એક્સ્પોર્ટ અને ઈમ્પોર્ટની વચ્ચે હાલમાં બહુ મોટી ખાઈ ઊભી થઈ છે. જેના કારણે અત્યારે અહીના ઉદ્યોગકારોને ખાલી કન્ટેનર મળતા નથી. છેલ્લા મહિનાઓમાં ચાઇના સહિતના દેશોમાંથી ભારતની અંદર જે જુદી જુદી પ્રકારની સામગ્રીને ઈમ્પોર્ટ કરવામાં આવતી હતી. તેની સંખ્યા ઘટી હોવાના કારણે અત્યારે લગભગ ૨૫થી ૩૦ ટકા જેટલું ઈમ્પોર્ટ માર્કેટ ડાઉન છે. જેથી કરીને કન્ટેનરની આવક ઓછી છે. જેની સામે મોરબીના સીરામીક ઉદ્યોગમાંથી સામાન્ય રીતે જે એક્સપોર્ટ કરવામાં આવતું હતું તેના કરતાં અત્યારે લગભગ ૧૦૦ ટકા જેટલો વધારો થયો છે. તેના કારણે કન્ટેનરની માંગ વધી છે. હાલમાં કન્ટેનર ન હોવાથી મોરબીના સીરામીક ઉદ્યોગકારો હરના થઈ રહ્યા છે ત્યારે આ માંગને પૂરી કરવા માટે ભારત સરકાર દ્વારા શિપિંગ લાઇન ચાલુ કરવી જોઈએ અને કોઇ યોગ્ય કાર્યવાહી કરીને મોરબીના ઉધ્યોગકારોને ખાલી કન્ટેનર મળે તેના માટેની વ્યવસ્થા ગોઠવવી જોઈએ તેવી લાગણી ઉદ્યોગકારો અને આગેવાનોએ વ્યક્ત કરેલ છે.
અમદાવાદીઓને મળી ભેટ, એસજી હાઈવે પર બે ફ્લાઇ ઓવરનું અમિત શાહે કર્યુ ઈ-લોકાર્પણ
મોરબીના સીરામીક ઉદ્યોગમાં બનતી ટાઇલ્સ તેમજ સેનેટરી આઈટમોને કન્ટેનર મારફતે દેશના જુદા જુદા ખૂણા સુધી પહોંચાડતા તેમજ વિદેશ સુધી પહોંચાડતા ટ્રાન્સપોર્ટર અને કન્ટેનર મેનેજમેન્ટ કરતા વ્યક્તિનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે બહારગામથી આવતા વેસલ (જહાજ)ને આવવામાં વહેલા મોડું થયું હોવાના કારણે હાલમાં ખાલી કન્ટેનરની શૉર્ટેજ ઊભી થઈ હોય તેવી શક્યતાઓ છે. જોકે આ પ્રશ્ન કદાચ એકાદ પખવાડીયા સુધીમાં ઉકેલાય જાય અને મોરબીના ઉદ્યોગકારોને હાલમાં જેટલા કન્ટેનરની જરૂરિયાત છે. તે મુજબના કન્ટેનર તેઓને મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવાઇ જાય તો નવાઈ નથી જો કે, હાલમાં ખાલી કન્ટેનર એક્સ્પોર્ટ માટે મળતા નથી તે હકિકત છે.
એક બાજુ મોરબીના સીરામીક ઉદ્યોગકારો પાસે એક્સપોર્ટના પૂરતા પ્રમાણમાં ઓર્ડર છે અને તેની સામે ઓર્ડર મુજબનો માલ તેઓના કારખાનાની અંદર તૈયાર છે તેમ છતાં તેઓ પોતાની પાર્ટી સુધીમાં મોકલી શકતા નથી. કારણ કે જરૂરિયાત મુજબના ખાલી કન્ટેનર્સ મળતા નથી અને ખાલી કંટ્રોલ ન મળવાના કારણે તૈયાર માલ હોવા છતાં પણ પાર્ટીને સમયસર માલ ન પહોંચાડવાના લીધે ઘણા ઉદ્યોગકારોએ તેઓની કાયમી પાર્ટી ગુમાવવી પડે અથવા તો ઓર્ડરમાં નુકસાની સહન કરવી પડે તેવો ઘાટ સર્જાયો છે. આવા સમયે સરકાર દ્વારા દરમિયાનગીરી કરીને કોઇપણ રીતે મોરબીના સીરામીક ઉદ્યોગકારો ને વહેલામાં વહેલી તકે ખાલી કન્ટેનર મળે જેથી કરીને તેઓ પોતાના માલને વિદેશમાં મોકલીને સરકારને પણ આર્થિક રીતે ફાયદો કરાવી શકે અને પોતાનો માલ વેંચી શકે તેવી વ્યવસ્થા ગોઠવાય તે જરૂરી છે નહીં તો ઉધ્યોગકારોની મુશ્કેલી વધી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે