Nadiad માં મોંધાવરી મુદ્દે મહિલાઓનો દેખાવો, પોલીસે કરી અટકાયત
સ્થાનિક પોલીસ (Police) દ્વારા મહિલાઓનો અટકાયત કરતા મહિલા કોંગ્રેસ (Congress) દ્વારા પોલીસની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો.
Trending Photos
નચિકેત મહેતા, ખેડા: ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ (Congress) દ્વારા બે દિવસથી મોંઘવારી (Inflation) ના મુદ્દાને લઈને રાજ્ય (Gujarat) માં દેખાવો કર્યો હતો. ત્યારે આજે ખેડા (Kheda) મહિલા કોંગ્રેસ દ્વારા નડિયાદ (Nadiad) માં વિરોધ ,ધરણા પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
ખેડા (Kheda) જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આજે નડીયાદ (Nadiad) સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે મોટી સંખ્યામાં એકત્ર થઈ રાજ્ય સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચારો પોકારવામાં આવ્યા હતા. તેમજ વધતી મોંઘવારી સામે સરકાર નિષ્ફળ નીવડી હોવાના બેનરો સાથે પ્રદર્શન યોજ્યું હતું.
સ્થાનિક પોલીસ (Police) દ્વારા મહિલાઓનો અટકાયત કરતા મહિલા કોંગ્રેસ (Congress) દ્વારા પોલીસની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઉશ્કેરાયેલી મહિલાઓએ રેલી કાઢી શહેર પોલીસ મથકે પહોંચી પોલીસ અને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે