Gujarat : આપના કદાવર નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાને છ મહિનાની સજા, કોર્ટે રાખી છે આ શરત
AAP MLA Chaitar Vasava : નર્મદા જિલ્લાની સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય નવને પંચાયત ચૂંટણી દરમિયાન હિંસા સંબંધિત કેસમાં છ મહિનાની સાદી કેદની સજા ફટકારી છે
Trending Photos
Narmada News : ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આદિવાસી નેતા ચૈતર વસાવાને ડિસેમ્બર 2021 સંબંધિત એક કેસમાં ઝટકો લાગ્યો છે. કોર્ટે કેટલીક કલમોમાં દોષિત ઠેરવી છ મહિનાની જેલની સજા ફટકારી હતી. કોર્ટે ચૈતર વસાવા અને અન્યો પર એક શરત પણ ઉમેરી છે કે તેઓએ ફરિયાદીથી દૂર રહેવું પડશે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) ધારાસભ્ય અને વિધાનસભામાં પાર્ટીના નેતા ચૈતર વસાવાને (Chaitar Vasava) એક કેસમાં કોર્ટે છ મહિનાની જેલની સજા ફટકારી છે. ડિસેમ્બર 2021ની પંચાયતની ચૂંટણીઓ સંબંધિત એક કેસમાં, રાજપીપળાની એક અદાલતે વસાવા અને અન્ય નવ લોકોને સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવા બદલ દોષિત ઠેરવ્યા હતા. આ પછી, કોર્ટે તમામને છ મહિનાની સજા ફટકારી હતી, જો કે કોર્ટે 20,000 રૂપિયાના જામીન ભરવાની શરતે તેમને મુક્ત કર્યા હતા, પરંતુ કોર્ટે આ નિર્ણયમાં આગામી બે વર્ષ માટે એક શરત ઉમેરી હતી. ફરિયાદી અને તેના પરિવારથી 2 વર્ષ સુધી અંતર રાખવું પડશે.
શું હતો સમગ્ર મામલો?
નર્મદા જિલ્લાની સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય નવને પંચાયત ચૂંટણી દરમિયાન હિંસા સંબંધિત કેસમાં છ મહિનાની સાદી કેદની સજા ફટકારી છે. રાજપીપળા કોર્ટના ન્યાયાધીશ એન.આર. જોશીએ નોંધ્યું હતું કે આરોપીઓ અન્ય કોઈ ફોજદારી કેસમાં સંડોવાયેલા નથી અને તેઓએ કોર્ટને ખાતરી આપી છે કે તેઓ યોગ્ય વર્તન કરશે, તેથી તેઓને પ્રોબેશન પર છોડી દેવા જોઈએ. બોરાજ ગામના રહેવાસી સતીશ વસાવાએ આરોપ લગાવ્યો હતો કે 19 ડિસેમ્બર, 2021ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હરીફ જૂથના ઉમેદવારને સમર્થન આપવા બદલ આરોપીઓએ તેમને માર માર્યો હતો અને તેમનો મોબાઈલ ફોન અને સોનાની ચેઈન પણ છીનવી લીધી હતી.
બોન્ડ સાત દિવસમાં ભરવાના રહેશે
કોર્ટના નિર્ણય બાદ ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય લોકોએ આગામી સાત દિવસમાં 20,000 રૂપિયાના જામીન બોન્ડ ભરવાના રહેશે. આ સાથે દરેકે કોર્ટમાં પોતાનું હાલનું સરનામું અને મોબાઈલ નંબર પણ આપવાનો રહેશે. AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્યો સામે IPC કલમ 323, 395, 504 5 અને 06(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ડિસેમ્બર મહિનામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ચૈતર વસાવા નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક પરથી જંગી માર્જિનથી ચૂંટણી જીત્યા હતા. ચૈત્રા વસાવા ચૂંટણી જીત્યા બાદ સતત સમાચારમાં રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે