PM નરેન્દ્ર મોદીના મોટાભાઈનું આ સપનું પૂર્ણ થશે તો દેશભરમાં 13 કરોડ લોકોની સરનેમ હશે 'મોદી'
Modi Surname Row: મોદી સરનેમ પર બદનક્ષીના કેસને પગલે હાલમાં વિવાદો ચાલી રહ્યાં છે. PM નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદીએ વિવાદ વચ્ચે અપીલ કરી છે કે સમાજની ઓળખ માટે દરેક વ્યક્તિ પોતાની અટકમાં મોદી ઉમેરે તે જરૂરી છે.
Trending Photos
Modi Surname Row: જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જાપાનથી ઓસ્ટ્રેલિયા સુધી ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે ત્યારે પીએમ મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદીએ સમાજના લોકોને અપીલ કરી છે કે તેઓ બધા મોદી છે, પરંતુ તેમની અટક અલગ-અલગ છે. અમદાવાદમાં આયોજિત કોન્ફરન્સમાં સોમાભાઈ મોદીએ કહ્યું કે તમારી અટકમાં મોદીનો સમાવેશ કરો.
મોદી સરનેમ પર બદનક્ષીના કેસને પગલે હાલમાં વિવાદો ચાલી રહ્યાં છે. PM નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદીએ વિવાદ વચ્ચે અપીલ કરી છે કે સમાજની ઓળખ માટે દરેક વ્યક્તિ પોતાની અટકમાં મોદી ઉમેરે તે જરૂરી છે. તાજેતરમાં અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ખાતે યોજાયેલા મોદી સમાજના રાષ્ટ્રીય સંમેલનમાં સોમાભાઈ મોદીએ કહ્યું હતું કે દરેક વ્યક્તિ મોદી છે પરંતુ કોઈની અટક રાઠોડ છે તો કોઈની ક્ષત્રિય અને કોઈની સાહુ. સૌપ્રથમ સોમાભાઈ મોદીએ કહ્યું કે દરેક મોદી લખો, જો કોઈ સમસ્યા હોય તો તમારી અટકના કૌંસમાં મોદી લખો.
સોમાભાઈ મોદીએ એમ પણ કહ્યું કે જે સમાજ પોતાની ઓળખની ચિંતા નથી કરતો તે સમાજ વિખેરાઈ જાય છે. તેમણે કહ્યું કે હાથ જોડીને હું તમને બધાને વિનંતી કરું છું કે દરેક જણ આ કરશે. સોમાભાઈ મોદીએ કહ્યું કે હું આશા રાખું છું કે તમે બધા આ કરશો. સોમાભાઈ મોદીએ આ વાતો કહી ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મંચ પર હાજર હતા.
મોદી નામનો દુનિયામાં ડંકો
સોમાભાઈ મોદીએ કહ્યું કે મોદીનું નામ દેશમાં તેમજ વિશ્વમાં ગુંજી રહ્યું છે. તેમનો સંદર્ભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અભૂતપૂર્વ લોકપ્રિયતા તરફ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાત હાઈકોર્ટ આગામી થોડા દિવસોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરેનમ માનહાનિ કેસમાં સંભળાવવામાં આવેલી સજા પર નિર્ણય લેવાની છે. આ કેસની સુનાવણી દરમિયાન, ફરિયાદી પૂર્ણેશ મોદી વતી વારંવાર કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસના નેતાએ તેમના નિવેદનથી સમગ્ર મોદી સમુદાયનું અપમાન કર્યું છે.
પૂર્ણેશ મોદીએ દાવો કર્યો હતો કે દેશભરમાં મોદી સમુદાયની વસ્તી 13 કરોડની નજીક છે. જેમાં રાઠોડ, સાહુ, મોઢ, ઘાંચી, મોદી, ક્ષત્રિય સહિત અનેક અટકોના લોકોનો સમાવેશ થાય છે, જ્યારે કોંગ્રેસના નેતાના વકીલોએ મોદી સમાજના અસ્તિત્વને સતત નકારી કાઢતા કહ્યું હતું કે મોદી સમાજનો કોઈ રેકોર્ડ નથી. આ અટકનો ઉપયોગ અન્ય જાતિ અને ધર્મના લોકો પણ કરે છે.
સેમાભાઈ ટ્રસ્ટના વડા
અમદાવાદના રાયસણમાં રહેતા સોમાભાઈ મોદી વડાપ્રધાનના મોટાભાઈ છે. તેઓ સમગ્ર ગુજરાત મોઢ મોદી સમાજ ટ્રસ્ટના વડા છે. તેમણે મોદી સમુદાયને એકસાથે લાવવાના ઉદ્દેશ્ય સાથે 2015માં આ ટ્રસ્ટની રચના કરી હતી. 2018માં સુરતમાં એક મોટો કાર્યક્રમ યોજાયો હતો. હવે રાષ્ટ્રીય પરિષદમાં તેમણે દેશભરમાં ફેલાયેલા તેલી સમુદાયના લોકોને આ અપીલ કરી છે. પૂર્ણેશ મોદી આ ટ્રસ્ટના કાર્યકારી અધ્યક્ષ છે. મોદી સમાજને મોઢેશ્વરી માતાના ઉપાસક માનવામાં આવે છે. મહેસાણા જિલ્લામાં મોદી સમાજનું કુલ દેવીનું મંદિર પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ચૂંટણી પહેલા મોઢેશ્વરી માતાના મંદિરે ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે